Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.
DarMat
"
Motivation

" નવી પેઢીને વારસામાં ધ્યાન આપો; ધન નહીં"

અમી નાગરાજ
અમી નાગરાજ
Oct 02, 2026
2 views 1 min read 0 comments

નવી પેઢીને વારસામાં ધન નહીં પણ ધ્યાન આપો.


"લખવું એ તો શોખ કહેવાય એમાં સમય વ્યર્થ ન કરાય, પૈસો કમાવાનું શોધો પૈસો જીવનમાં ખૂબ ઉપયોગી છે. "



આવી સલાહો આપનાર મારી આજુબાજુના અમુક લોકોનું હું એમની ઉંમરના કારણે સમ્માન કરું છું પણ હસવું તો ત્યારે આવે જ્યારે માથે ભાગ્યેજ કાળો વાળ વધ્યો હોય અને નનામીની ખૂબ નજીક જતા હોવા છતાં એમને હજુ ખબર નથી જીવન શું છે.


જાણું છું કે એ લોકોએ પુસ્તકો ખોલ્યા જ નથી એટલે એને સમજાવવા વ્યર્થ છે પણ પૈસાને કેમ તમે વડીલો આટલું મહત્વ આપો છો?


ચારે બાજુ પૈસા જ જોશો તો છેલ્લે ચાર જણ જે ઊંચકવાના છે એ પણ ભાડે લાવવા જોશે અને બેસણામાં પણ કલાકારો અઢીસો - અઢીસો આપીને લાવવા જોશે, અફસોસ ત્યાં સુધી પહોંચવા પણ તમને સંબંધની જરૂર પડશે. તમે તો પૈસો જ કમાણા છો?


એક વાત યાદ રાખજો આદરણીય વડીલો, તમે પૈસાથી વ્હીલચેર ખરીદી શકો છો પણ ધક્કો મારનાર વ્યક્તિ નહીં. તમે લોહી ખરીદી શકો છો પણ લાગણી નહીં. તમે ભોજન ખરીદી શકો છો પણ ભાવ કે ભૂખ નહીં. તમે બંગલો ખરીદી શકો છો પણ આવકાર નહીં. તમે મંદિર અને મૂર્તિ બંને ખરીદી શકો છો પણ ભગવાન નહીં. તમે સુંદર મજાનો છ ફૂટનો એકદમ કુણી ગાદીવાળો બેડ ખરીદી શકો છો પણ ઊંઘ નહીં. તમે કરોડોની ઘડિયાળ ખરીદી શકશો પણ સમય નહી. તમે મોંઘામાં મોંઘો ડોક્ટર ખરીદી શકો પણ સ્વાસ્થ્ય નહી. પૈસાથી તમે વિમો પણ ખરીદી શકો પણ જીવ નહીં એટલે હમેશાં જે મફત મળ્યું છે એની કદર કરો કમાયેલું ધન ક્યારેય ફના થઈ જશે પણ કમાયેલા સબંધો આજીવન ઋણ બની ઊભા રહેશે.


ખાસ તો શરીર સાચવો યોગ કરો. શ્વાસ અને ધ્યાનમાર્ગને સમજો. વ્યસન પાછળ સમય અને ધન બંને ખરાબ ન કરો નહીંતર પાછળની ઉજ્જવળ પેઢી એ જ શીખશે. વારસામાં વ્યસન નહીં પણ ધ્યાન આપો.


પૈસો જ બધું છે આવી વિચારધારા ધરાવતી વ્યક્તિને ખાસ વિનંતી કે એક મહિનામાં એકાદ બે પુસ્તકો વાંચજો અને એકાદ લાઇન રોજ લખવાનો પ્રયત્ન કરજો. તમારા પૌત્ર વાંચશે તો એને આનંદ થશે કે મારા દાદા ખૂબ પ્રભાવશાળી હતા.


તમારા ઘરમાં જેટલું ધન, કંચન હશે એ બધું ચોરી થવાની શક્યતા પણ પુસ્તકો અને એમાંથી મળેલું મૂલ્યવાન જ્ઞાન ક્યારેય કોઈ ચોરી નહીં શકે, અત્યારે અસંખ્ય ઝવેલર્સ લૂંટાઈ છે પણ ક્યાંય લાઇબ્રેરી લુંટાણી એવું સાંભળ્યું ?


ચોર તમારા ચેઇન પર નજર કરશે પણ માળા પર નહીં, હજારો ધનવાન વ્યક્તિઓ લૂંટાશે પણ કોઈ સાધુને નહીં લૂંટે.



આજથી જ સંકલ્પ લ્યો કે જે બે પાંચ રૂપિયા મારાથી અપાશે એ હું કોઈ નિરાધાર માતા પિતા કે દિવ્યાંગ કે મંદબુદ્ધિ વ્યક્તિ પાછળ ખર્ચીશ અને મારી અંદરના લોભના તિરસ્કાર કરીશ મારા તમામ સબંધોને હું ઉપર રાખીશ અને આવનાર પેઢી એનું કર્મ અને એનું નસીબ લઈને જન્મશે એના માટે ધન સંગ્રહીને હું મારું જીવન શા માટે કુરબાન કરું એવી વિચારધારા સાથે સ્વને ઓળખવાનો પ્રયત્ન કરીશ.


તમારા દ્વારા સર્જેલું સાહિત્ય કે પછી કોઈ સત્કાર્ય અથવા સત્કર્મ તમારા ગયા પછી પણ જીવંત રહે છે.



અમી નાગરાજ