Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Stories

Pankhil Gajjar

Mystery

હાજરી હતી… અવાજ નહીં (ભાગ 3)

Pankhil Gajjar
Pankhil Gajjar
Jan 11, 2026
5 views 1 min read 0 comments

રાત્રે હોસ્પિટલ ક્યારેય સંપૂર્ણ શાંત થતી નથી.

મશીનો શ્વાસ લેતી રહે છે,

લાઈટ્સ આંખે ચઢતી રહે છે,

અને માણસને પોતાની હાજરી

વારંવાર યાદ અપાવતી રહે છે.

ઈરા પથારી પર પાડી હતી.

આંખ ખુલ્લી.

છત જોતી.

એને દુઃખ હવે લાગતું નહોતું.

દુઃખ તો દિવસોમાં રહી ગયું હતું.

રાત્રે ફક્ત

થાક રહેતો.

નર્સ આવી ગઈ.

નામ બોલ્યું.

ઈરાએ સ્મિત કર્યું.

એ સ્મિતમાં

કોઈ આશા નહોતી,

ફક્ત સૌજન્ય હતું.

નર્સ ગઈ.

રાત પાછી આવી.

ઈરાએ ફોન હાથમાં લીધો.

સ્ક્રીન પર અનયનું નામ

હજી પણ હતું.

એણે લાંબો સમય

ટાઇપિંગ બોક્સ જોયું.

એને ખબર હતી—

જો એક શબ્દ વધુ લખી દેશે,

તો અનય દોડી આવશે.

અને એ એને ન જોઈએતું.

પ્રેમ એટલે

કોઈને બચાવવું.

ક્યારેક

પોતાથી પણ.

ઈરાએ છેલ્લી લાઇન લખી.

ધીમે.

વિચારીને.

કોઈ punctuation વગર.

કોઈ ભાર વગર.

“તારી જરૂર નથી…

તારી હાજરીનો અહેસાસ જ પૂરતો”

એણે “send” દબાવ્યું.

ફોન પથારીની બાજુમાં મૂક્યો.

એ સમયે

ઈરાની આંખોમાં

આંસુ નહોતા.

કારણ કે

એ રડી ચૂકી હતી.

બધી રાતો પહેલા.

હવે ફક્ત

સ્મૃતિ હતી.

અનયના પ્રશ્નો.

એનો ધીરજભર્યો અવાજ.

એની રાહ.

ઈરાએ ધીમે કહ્યું—

“તું સારું જીવજે.”

કોઈ જવાબ આવ્યો નહીં.

અને એ જ

એને શાંતિ આપતું હતું.

રાત્રે 11:47 વાગ્યા.

ઈરાએ આંખો બંધ કરી.

છેલ્લો વિચાર

ડરનો નહોતો.

એ વિચાર હતો—

હું કોઈને અધૂરી નથી છોડતી.

હું એને અંદર પૂરું મૂકી જઈ છું.

મશીનનો અવાજ

ધીમે ધીમે

એકસરખો બનતો ગયો.

બારી બહાર

શહેર હજી જીવતું હતું.

અને અંદર

ઈરા

હળવે હળવે

હાજરી બની ગઈ.

Related Stories