Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Stories

Pankhil Gajjar

Mystery

હાજરી હતી… અવાજ નહીં ( ભાગ 4)

Pankhil Gajjar
Pankhil Gajjar
Jan 11, 2026
4 views 1 min read 0 comments

ઈરા ક્યાં મરી—

એ અનયને ક્યારેય ખબર પડી નહીં.

કયો હોસ્પિટલ,

કઈ તારીખ,

કઈ રાત—

કશું નહીં.

ફક્ત એક દિવસ

ચેટ હંમેશ માટે શાંત થઈ ગઈ.

શરૂઆતમાં અનયે રાહ જોઈ.

પછી ચિંતા કરી.

પછી સ્વીકાર્યું.

અને છેલ્લે

શબ્દો છોડ્યા.

ફોનમાં ઈરાનું નામ

હજી સેવ હતું.

પણ હવે

એ નામ કોઈને બોલાવતું નહોતું.

11:47 હવે

સમય નહોતું.

એ એક સ્મૃતિ હતી

જે અનયની અંદર

સ્થિર થઈ ગઈ હતી.

એ જીવતો રહ્યો.

લોકો કહેતા— “તું આગળ વધી જા.”

પણ કોઈને સમજાયું નહીં— અનય પાછળ અટકેલો નહોતો.

એ અંદર

કોઈને સાથે લઈને

આગળ ચાલતો હતો.

ક્યારેક રાત્રે

એ આંખ બંધ કરે

અને એ વાક્ય

ધીમે ધીમે અંદર વાગે—

“તારી જરૂર નથી…

તારી હાજરીનો અહેસાસ જ પૂરતો.”

હવે એ વાક્ય

દુઃખ નહોતું.

એ જવાબ હતો.

કારણ કે

અનયને હવે

ઈરાની જરૂર નહોતી.

એને એની હાજરી મળી ગઈ હતી.

અને એ હાજરી

જીવનભર

પૂરી હતી.

Related Stories