Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Stories

Pankhil Gajjar

Mystery

હાજરી હતી… અવાજ નહિ (ending)

Pankhil Gajjar
Pankhil Gajjar
Jan 11, 2026
4 views 1 min read 0 comments

માણસ જીવનમાં બે રીતે કોઈને ગુમાવે છે.

એક — જ્યારે કોઈ મરી જાય.

બીજો — જ્યારે કોઈ જીવતો હોવા છતાં

અપણે પહોંચી ન શકીએ.

બીજું ગુમાવવું

વધુ ખતરનાક હોય છે.

કારણ કે ત્યાં

મરણને દોષ આપી શકાય નહીં.

સમયને પણ નહીં.

ફક્ત પોતાની અસમર્થતા

બાકી રહે છે.

અનય અને ઈરાની વાર્તા

પ્રેમની નથી.

એ હાજરીની છે.

પ્રેમ તો ઘણી વાર

આવતો–જતો રહે છે,

પણ હાજરી

એ માણસની અંદર

સ્થાયી થાય છે.

ઈરા અનયને મળી નહીં.

એને સ્પર્શી નહીં.

એની સામે બેઠી નહીં.

પણ એણે જે કર્યું—

એનાથી મોટું હતું.

એણે અનયને

એક એવી શાંતિ આપી

જે દુનિયા આપી શકતી નહોતી.

અને પછી

એ શાંતિ સાથે

જીવવાની સજા પણ.

માણસ હંમેશા પૂછે છે—

“મને શું મળ્યું?”

પરંતુ સાચો પ્રશ્ન એ છે—

“મારા અંદર શું રહી ગયું?”

કેટલાક લોકો

આપણે જીવનમાં

અનુભવ બનીને આવે છે.

એ લોકો

સાથે રહેવા માટે નથી.

એ લોકો

અપણે કોણ છીએ

એ બતાવવા આવે છે.

ઈરા ગઈ.

પણ અનય હવે

એ જ માણસ રહ્યો નહીં.

અને એ જ

સાચો ફેરફાર છે.

જીવનમાં

દરેક સંબંધ

સુખ આપવા માટે નથી.

કેટલાક સંબંધ

માણસને

ઊંડો બનાવવા આવે છે.

શાંત.

ગંભીર.

અને ઓછો નિર્દોષ.

અને જ્યારે માણસ

આ સમજ પર પહોંચે છે—

ત્યારે એને ખબર પડે છે—

પ્રેમ

મળવાથી નથી માપાતો.

એ અંદર

કેટલું દૂર જાય છે

એથી માપાય છે.

અંતે પ્રશ્ન એ નથી કે

ઈરા મરી કે નહીં.

પ્રશ્ન એ છે—

ઈરા પછી

અનય જે બન્યો,

એ માણસ

સાચો હતો કે નહીં?

અને એ પ્રશ્નનો જવાબ

દરેક વાચક

પોતાની અંદર શોધે છે.

કારણ કે

આ વાર્તા

ઈરા અને અનયની નથી.

આ વાર્તા

એ દરેક માણસની છે

જેણે કોઈને

મળ્યા વગર

જીવનભર

સાથે રાખ્યો છે.

Related Stories