Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Language changed successfully

Mystery

હાજરી હતી… અવાજ નહીં (ભાગ 2)

Pankhil Gajjar
Pankhil Gajjar
Jan 11, 2026
8 views 1 min read 0 comments

ઈરાની છેલ્લી લાઇન પછી

કોઈ “ગુડનાઈટ” નહોતું.

કોઈ “ધ્યાન રાખજે” નહોતું.

ફક્ત એક વાક્ય—

“મને તારી જરૂર નથી…

તારી હાજરીનો અહેસાસ જ પૂરતો છે.”

અનય એ વાક્યને

વારંવાર વાંચતો.

દરેક વાંચનમાં

એનું અર્થ બદલાતું.

પહેલી વાર—

એ પ્રેમ લાગ્યો.

બીજી વાર—

એ વિદાય લાગ્યો.

ત્રીજી વાર—

એ ચેતવણી હતી.

સમય આગળ વધતો રહ્યો,

પણ અનયની અંદર

સમય જમ્યો.

ઓફિસમાં બેઠો હોય,

લોકો હસતા હોય,

મિટિંગ ચાલતી હોય—

પણ અનયની અંદર

હંમેશા 11:47 જ વાગતા.

એ સમયે

ફોન તરફ નજર

સ્વાભાવિક થઈ ગઈ હતી.

જાણે શરીર

એ સમય માટે તાલીમ પામ્યું હોય.

એક રાત્રે

એણે ચેટ ફરી ખોલી.

પહેલી લાઇનથી

છેલ્લી સુધી વાંચી.

અને એને પહેલી વાર સમજાયું—

ઈરા ક્યારેય

“હું દુઃખી છું”

લખતી જ નહોતી.

એ દુઃખને

વાક્યોની વચ્ચે

છોડી જતી.

એ હંમેશા પૂછતી—

“તું થાકી ગયો છે?”

“આજે તને શાંતિ મળી?”

ક્યારેય—

“મને જોઈએ છે”

એવું કહ્યું જ નહીં.

અનયનું હૃદય

એ સમજ સાથે

થોડું તૂટી ગયું.

કારણ કે

જે માણસ તને

પોતાના દુઃખથી બચાવે,

એ સૌથી વધારે

એકલો હોય છે.

એક દિવસ અનયે

હિંમત કરી.

એ નંબર પર ફોન લગાવ્યો.

કોલ લાગ્યો જ નહીં.

કોઈ રિંગ નહીં.

કોઈ અવાજ નહીં.

ફક્ત ખાલીપણું.

એ દિવસથી

અનયે ફોનને

ઓછું હાથમાં લેવું શરૂ કર્યું.

પણ રાત્રે

એ હજુ પણ બાજુમાં જ રહેતો.

જાણે

એ વસ્તુ નહીં,

એક સંભાવના હોય.

અનયે નોટબુકમાં લખવાનું શરૂ કર્યું.

લખ્યું—

“જો તું પાછી આવે,

તો હું તને પૂછિશ નહીં

કેમ ગઈ.

ફક્ત બેસી જઈશ

તારા મૌન સામે.”

દિવસો ગયા.

મહિના ગયા.

ઈરાનું નામ

હવે બોલવાથી

ભારે લાગતું.

પણ અંદર

એ નામ હજી પણ

સ્વચ્છ હતું.

એક રાત્રે

અનયને સ્વપ્ન આવ્યું.

ઈરા કોઈ હોસ્પિટલના કોરિડોરમાં

બેસી હતી.

સફેદ લાઇટ.

હાથમાં ફોન.

એ લખતી હતી—

“હું અહીં છું.

પણ તું નહીં આવજે.”

અનય જાગી ગયો.

ઘામથી ભીનો.

એણે સમજ્યું—

ઈરા હવે યાદ નથી.

એ હવે એક સ્થિતિ છે.

અને સ્થિતિઓ

સુધરતી નથી.

એ સાથે જીવવી પડે.

એક સાંજે

કોઈ નવા માણસે

“હાય” લખ્યું.

અનયે લાંબો સમય જોયું.

પછી ફોન લોક કરી દીધો.

કારણ કે

હવે એ જાણતો હતો—

દરેક પ્રેમ

નવો નથી હોતો.

કેટલાક પ્રેમ

એક જ વાર થાય.

અને પછી

બધું તુલનામાં

ફિક્કું લાગે.

રાત્રે 11:47 વાગે

અનય બારી પાસે ઊભો રહ્યો.

શહેર નીચે જીવતું હતું.

પણ એની અંદર

કોઈ અવાજ નહોતો.

ફક્ત હાજરી.

ઈરાની.

 

 

Related Stories