ફોન માં મુંજાયેલો માણસ
Katar surbhi
Jan 15, 2026
ડગલે પગલે ફીડ સ્ક્રોલ થાય છે
આસપાસ રહેલા વ્યક્તિ કરતા ફોન મા રહેલા વ્યક્તિ ની ખબર વધુ રખાય છે
હરખ હોય કે શોક હોય હંમેશા ફોન મા ઉપડેટ કરાય છે
એકલતા નો સથવારો બનતા બનતા આ ફોન એ માણસ ને એકલો કરી દીધો
ધબકતા હજારો હ્ર્દયો ની ભીડ વચ્ચે પણ માણસ ને ફોન ની નોટિફિકેશન વધુ વ્હાલી લાગે છે
સુખ દુઃખ વધુ ઝડપે વહેંચાય છે પણ ઘરમાં રહેતા ચાર લોકો રૂબરૂ રહી ને પણ દૂર થઇ જાય છે
અકસ્માતો અને કુદરતી હોનારતો ના વિડિઓ વાયરલ થાય છે લાઈક કરવા જેટલા હાથ વપરાય છે એનાથી ઓછા હાથ મદદે પહોંચે
ડિજિટલ જમાના માં ફોન અગત્ય છે પણ જીવતા મનુષ્ય થી વધુ નહીં
નાના બાળક ખેલ કૂદ ભૂલ્યા છે રોટ્ટલી થાળી માં માંગતા પહેલા હાથ માં ફોન માંગે છે
ગેરફાયદાઓ સામે ફાયદા પણ એટલા છે સાચો ઉપયોગ સદા હિતાવહ છે
જે પણ હોય સારુંનરશું આજે ફોન માં માણસ મુંજાયેલો છે
💬 Comments (1)
Please login to leave a comment
LoginSachi vaat