જતી રહીને ઉતરાયણ?
Darshit Goti
Jan 15, 2026
જતી રહીને ઉતરાયણ?
એક ક્ષણ માટે આવીને..
જેમ સુખ આવીને જાય છે..
એમ જ જતી રહીને ઉતરાયણ?
ઉંચે ચગનારના કાપનાર વધુ હશે..
પેચ નામક તકલીફ આવે તો ખેંચનાર આપણો જ હશે
અને ઢીલ દઈને ઘસડેનાર પણ આપણો જ..
એવા જિદંગીના પાઠો ભણાવતી ગઈ..
ચીક્કી ખાતા ખાતા ડગો ખાવા સુધીની સફર
સમજાવીને જતી રહીને ઉતરાયણ?
લુંટાઈ, કપાઈ અને ફાટી જાય..
પતંગ હોય કે જિદંગી.. આવું જ થાય..
માંજેલી દોરી વીંટળાઈને મુકાઈ જશે પેટીમાં,
જેમ મહીનાના અંતે જરુરિયાતના ખર્ચામાં ને ખર્ચામાં
સપનાંઓ મુકાઈ જાય છે હૃદયની તિજોરીમાં.
પેચ તો કાપતી ગઈ..સાથે ઘણી વાત શીખવતી ગઈ..
ઉતરાયણ પળભરની હતી પણ વાત જીદંગીભરની કહીને ફરીથી...
જતી રહીને આ ઉતરાયણ?
💬 Comments (2)
Please login to leave a comment
LoginWahhh bhai mast lakhu che
💯💯