Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Stories

અમી નાગરાજ

કાંકરિયાની પાળે
Non-Fiction

કાંકરિયાની પાળે

અમી નાગરાજ
અમી નાગરાજ
Aug 11, 2026
13 views 1 min read 0 comments

 

 

 

ઘડીક તો મનેય થયું કે આ બધા મને જોયા કેમ કરે......

 

હું નાયા વગર આવી ગયો એટલે???

 

કે હું ટૂરિસ્ટ જેવી ઓવર એક્ટિંગ કરું છું એટલે ???

 

કે પછી પેલી વખત કાંકરિયા આવ્યો છુંને એવું વર્તું છું એટલે....???

 

 

એ પ્રશ્ન વારંવાર તળાવની માછલીને જોતી વખતે મારા મગજમાં વારંવાર આડો આવતો હતો પણ એને અવગણતા હું દોડીને તળાવને સ્પર્શીને આવતી એ અમદાવાદની ચોખ્ખી તાજી જાગેલી શ્વેત પવનની દીકરી હવાને માણવા લાગ્યો...

............

 

 

આવો... પેલેથી વાત કરું...

 

 

તો છે એમાં એવું કે...   

     

                      એક અવસર કહી શકાય એવા કાર્યક્રમ એટલે કવિ રમેશ પારેખ સાહેબની સ્મરણાંજલિ નિમિતે નવોદિત કવિઓનું સમ્માન યોજાયું હતું...અને એનું આમંત્રણ મને મળ્યું હતું.

 

 

     કાર્યક્રમનો સમય હતો બાર વાગ્યાનો અને હું પહોંચી ગયો અમદાવાદ પ્રભાતના પહોરમાં સાત વાગ્યાનો.

 

હવે પ્રશ્ન એ હતો કે બાર કેમ વગાડવા....?

 

 

શેડ્યુલ તો નક્કી હતું જ નહીં પણ સંજોગે નક્કી થઈ ગયું...

 

ગીતા મંદિર ડેપોએ બસમાંથી ઉતર્યા બાદ મેં મેપ જોયો, તો થોડાજ અંતરે કાંકરિયા તળાવ હતું...અને હું દરિયો... 

 

( મેપ જોતાં જોતાં )

દરિયા અને તળાવનું એમ ક્યારેય મિલન ન થાય,

પણ બે દર શનિવારે ઓવર ડ્રીંક કરતા પિદ્ધડ મિત્રો જેમ એકબીજાને વધુ એક પેગ માટે આવકારે એમ....મેંય મારી જાતને આવકારી...

હાલ ત્યારે આજ થઈ જ જાય.....

 

( મેપ જોતાં જોતાં )

આજે કાંકરિયાની તળાવની મીની દરિયાઈ લહેરોના નશો અને મારી અંદરની તમામ બંધ રગોને ખોલી નાખશે...

 

 

બસમાંથી ઉતર્યા બાદ ગીતા મંદિરના પૌવા વહેંચાઈ એ ખૂણે ચા પીતા પીતા 

 

વિચાર તો એવો આવ્યો હતો કે સ્નાન બાન બાદ જઈશ પણ પછી વિચાર એવો આવ્યો કે ફરવામાં પાછી ગરમી થશે ને હતા ઈનાઈ....

 

એટલે પેલા જઈ આવું..

 

જેવી રેપિડો બુક કરી, ત્યાં એક ન્યૂ મોડલ એફ ઝેડ લઈને એક ભાઈ બરોબર મારી રૂબરૂ આવી અને ઊભા રહી ગયા અને મને કીધું : લાવો ઓટીપી મેં કીધું લે... આલે...આ બાઇક ?.... તો કે હાં.... આના જ હપ્તા બાકી છે...

મેં કીધું હાલો ત્યાર, કાંકરિયા ઘા કરી જાવ...

ને જેવો વ્યાયામ શાળાવાળા ગેટ નં ત્રણ પર હું ઉતર્યો ત્યાં એ સિક્યોરિટી માસીએ મને દરવાજે જ રોકી લીધો, ને કીધું...લાવો બેટા ઠેલા..બતાવો...

થેલાની ચેઇન ખોલતા જ અંદર.....

અંદર....

અંદર....

બાલાજી વેફરનું પડીકું હતું.. એય પાછું દસ વાળું...

માસી કેઈ અંદર ખાવાનો છો ? મેં કીધું ના ના ઇતો બસમાં ખાવા લીધુંતું...

તો કેઈ ખા એનો વાંધો નઇ... કાગળિયું જ્યાં ત્યાં ના નાખતો....

મેં કીધું હા...માસી...

ને મેં ચેઇન બંધ કરતા કરતા આગળ પ્રયાણ કરતા કરતા...

મારી નજર ગઈ સીધી તળાવના પાણીને સ્પર્શીને આવતા સૂર્યદેવના કિરણોના રિફ્કલેક્ષણ પર જે મારા નયનોનાં ઉત્સાહિત મનન સ્નેહને આવકારતું હતું...

તળાવની માછલીઓ મારા સ્વાગતે કિનારે આવી હતી કે કોકને મળવા એ તપાસ હજી જારી છે...

 

એવામાં અચાનક મારી સાઇડ કાપતા એક કાકા, જાણે આજેજ વિકેટ પડી જવાની હોય, કાં તો એમની ઇન્ટરસિટી છૂટી જવાની હોય...એવી સ્પીડમાં પરસેવાથી રેબઝેબ દોડતા દોડતાં મારી બેગની કોર સાથે ઘસાઈને મારી સેલ્ફી બ્લર કરીને ગયા....

ઘસાયા, અથડાયા, સેલ્ફી બ્લર આવી એનો સ્હેજે પણ અફસોસ નહોતો..

અફસોસ અને ગુસ્સો તો હતો એ કાકાએ જે મારી આજુ બાજુની તળાવને સ્પર્શીને આવેલી તાજી શ્વેત હવાને મેલી કર્યાનો...

મને લાગ્યું બેગની કોરની ચેઈને ઘસાયા એનો અવાજ છે...

પણ એ તો સૂક્ષ્મ અવાજ હોય...અને એની તો ગંધ પણ ન આવે...

એટલે મારે સીધા ત્યાંથી એ હવાને સ્કીપ કરી આગળ ભાગવું પડ્યું...

 

ટૂંકમાં કહું તો એ કાકાએ ' આબરૂના કાંકરિયા ' કર્યા

 

થોડે જ આગળ જતાં એક કાકા એના પૌત્રને નાની સાયકલમાં લઈ સૌ મુલાકાતીઓ સાથે રાધે રાધે કરાવતા હતા સહ એક વૃદ્ધ રફી સાહેબના ગીત આજ મૌસમ બડા બેઈમાન પર કરચલીવાળી ક્યૂટ સ્માઈલ સાથે કસરત કરતા હતા...

 

 

ત્યાં એક યોગા ગ્રુપ ટીમલી પણ રમી રહ્યું હતું અને આજ તો છે લાઇફ યાર....અને એક એક વ્યક્તિના ચેહરા પર લાલી હતી

રવિવાર હતો એટલે કાં તો એ લોકો નાચી રહ્યાં હતાં એટલે...

 

જે રીતે પ્રેમિકા કબૂતરના પગે કંઈક પ્રેમ સંદેશ બાંધે અને કબૂતરને ઉડાડી 

એની તરફ જુએ...

 

એવી જ રીતે પાંપણ પટપટાવ્યા વગર એકજ નજરે મેં પણ સ્માઈલ સાથે 

એ ટીમલી રમતાં દરેક ચેહરા તરફ મે નજર કરી

 

દરેક વ્યક્તિ ટીમલીમાં ઓળઘોળ હતું...

કોઈક કરેલા લેણા ભૂલી ગયું હતું તો કોઈક નોકરી પરિવાર જવાબદારી..

કોઈ પ્રિય પાત્ર ગુમાવ્યા કે ન મળ્યાનો અફસોસ ભૂલી રહ્યું હતું તો કોઈ...

પોતાની ઉમર વીતી જવાનું દુઃખ...

બધા બસ હમણાં આઠમી જઈશુનો ભય છોડી એ છેલ્લી પળને ભરપૂર જીવવા ઈચ્છતા હોય એ રીતે નાચી રહ્યાં હતા.. 

 

હું ભાગ્યશાળી હતો કે આ ક્ષણોને આટલી ઊંડાણ પૂર્વક સમજી શક્યો...

 

 

થોડે આગળ જ મોરનાં ટહુકા સંભળાયા અને માંડ ટહુકો હૃદય સુધી પહોંચવાનો હતો ત્યાં એને ચીરતો આવ્યો એક કાગડાનો અવાજ...

 

કા... કા....

 

મેં એને પણ સ્વીકાર્યું.. મારી દ્રષ્ટિએ તો દરેક અવાજ સુંદર છે...જો આપણા કાન સુંદર હોય...

 

 

 

તળાવની મધ્યનું ગાર્ડન...

ત્યાં બેસેલા કોલેજમિત્રો...

ત્યાં ચર્ચા કરી રહેલા વૃદ્ધો...

ત્યાં એકલી એક બીજાને ચૂમી રહેલી બોટો અને હોડીઓ...

 

એ તમામ દ્રશ્યો ક્યારેય નહીં ભૂકી શકાય....

કાંકરિયાનો આખો ચક્કર લગાવ્યા બાદ ગેટ નં ત્રણથી બહાર નીકળતા 

સિક્યોરિટી માસીને આવજો કહેતા 

બસ એટલું જ અનુભવ્યું કે....

 

'કાંકરિયાની પાળે પાળે' જીવન છે.. 

 

Related Stories