પરાણે પરણેલી સ્ત્રી
Darshit Goti
Jan 30, 2026
નામ તમારું બહું જ સુંદર છે... જાણું છું...
કોઈના નામ આગળ જોડાવીને રડો છો ને?? જાણું છું...
સપનું પણ બહું જ સુંદર જોયું 'તુ... જાણું છું...
તુટ્યા બાદ તુકડાઓ વિણો છો ને ?? જાણું છું...
ને હાર ક્યાં માનવી હતી તમારે... જાણું છું...
બાપને જીતાડવા જ હાર્યા છો ને?? જાણું છું...
ભુલી નથી શક્યા હજું એ તમારા હૃદયના ધબકાર ને જાણું છું...
એ અડકે તમારા અંગે, તો ધબકાર ચુકી જાવ છો ને?? જાણું છું..
હા હશે કદાચ સાચો તમારા પિતાજીનો નિર્ણય... જાણું છું...
સમાજ ના ડરે જ લેવડાવ્યો હતો ને?? જાણું છું...
ને જાણું છું હું, એમ બધા જ જાણે છે છતાંય મૌન છે.. જાણું છું..
આંખ સમક્ષ સદાય દુશ્મનો જ ભાળો છો ને?? જાણું છું..
નથી કહેતા કોઈને અંતરની વેદના નો વિલાપ તમે... જાણું છું..
મૌન રહીને હવે આંસુઓ સંતાડો છો ને?? જાણું છું..
~ ગોટી સાહેબ (દર્શીત) ✍🏻🥀
💬 Comments (1)
Please login to leave a comment
Loginઅદ્ભુત રચના છે કોઈ શબ્દ જ નથી આના વખાણ માટે....