Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Stories

Darshit Goti

પરાણે પરણેલી સ્ત્રી
Non-Fiction

પરાણે પરણેલી સ્ત્રી

Darshit Goti
Darshit Goti
Jan 30, 2026
6 views 1 min read 4 comments

નામ તમારું બહું જ સુંદર છે... જાણું છું...

કોઈના નામ આગળ જોડાવીને રડો‌ છો‌ ને?? જાણું છું...

 

સપનું પણ બહું જ સુંદર જોયું 'તુ... જાણું છું...

તુટ્યા બાદ તુકડાઓ વિણો છો‌ ને ?? જાણું છું...

 

ને હાર ક્યાં માનવી હતી તમારે... જાણું છું...

બાપને જીતાડવા જ હાર્યા છો ને?? જાણું છું...

 

ભુલી નથી શક્યા હજું એ તમારા હૃદયના ધબકાર ને જાણું છું...

એ અડકે તમારા અંગે, તો ધબકાર ચુકી જાવ છો ને?? જાણું છું..

 

હા હશે કદાચ સાચો તમારા પિતાજીનો નિર્ણય... જાણું છું...

સમાજ ના ડરે જ લેવડાવ્યો હતો ને?? જાણું છું...

 

ને જાણું છું હું, એમ બધા જ જાણે છે છતાંય મૌન છે.. જાણું છું..

આંખ સમક્ષ સદાય દુશ્મનો જ ભાળો છો ને?? જાણું છું..

 

નથી કહેતા કોઈને અંતરની વેદના નો વિલાપ તમે... જાણું છું..

મૌન રહીને હવે આંસુઓ સંતાડો છો‌ ને?? જાણું છું..

 

~ ગોટી સાહેબ (દર્શીત) ✍🏻🥀

 

 

Related Stories