ક્યારેય કોઈએ કલ્પ્યો છે કળિયુગમાં માધવને?
Katar surbhi
Jan 24, 2026
ક્યારેય કોઈએ કલ્પ્યો છે કળિયુગમાં માધવને?
દ્વારિકાની શેરીઓમાં ફરતો?
હજારો લોકો જ્યારે રાજાધિરાજની નયનરમ્ય મૂર્તિના દર્શન કરવા મંદિરની ભીડમાં ઊભા હોય, ત્યારે એ જ ભીડની વચ્ચે પોતાની ઓળખથી અજાણ લોકો વચ્ચે માધવને હસતા જોયો છે કોઈએ?
છપ્પનસીડીએ હાથમાં મોરપંખ લઈને, નવી ફેશનના કપડાં પહેરીને ચડતા જોયો છે કોઈએ?
જ્યાંની રજ-રજમાં રાજાઓના રાજા, રાજાધિરાજ દ્વારકાધીશ વસે છે, એવી દ્વારિકામાં કળિયુગમાં ક્યારેય કોઈએ માધવને કલ્પ્યો છે?
જેના દર્શન માટે આંખો ઉત્સુક હોય, એ માધવને પોતાની જ આસપાસ અનુભવ્યો છે કોઈએ?
ગોમતી ઘાટે ફરતો, કે પછી ડૂબતા સૂરજનો ફોટો પાડતો, અથવા હાથમાં મોબાઇલ લઈને રીલ બનાવતો — એવો માધવ કલ્પ્યો છે કોઈએ?
સોનાના રથ છોડીને કાર ચલાવતો માધવ ક્યારેય કોઈને દેખાયો છે?
માખણચોરને કોઈએ કેક, બર્ગર, પિઝા કે પછી પાણીપુરી ચોરતો માધવ પોતાની પકડમાં લીધો છે ક્યારેય?
કરી તો જુઓ અદ્ભૂત વિચાર —
ક્યારેય કોઈએ કળિયુગમાં માધવને કલ્પ્યો છે?
💬 Comments (0)
Please login to leave a comment
Login