અસ્ત વ્યસ્ત છે બધું જ
Katar surbhi
Jan 30, 2026
અસ્ત વ્યસ્ત છે બધું જ
પણ સારું લાગે છે
સાચા ખોટા ની પરવાહ નથી
એક વળાંક પછી બસ સીધી ચાલી રહી છે જિંદગી
ના તો કોઈ મંજિલ છે કે ના કોઈ વળાંક
છે તો ફક્ત વિસામો જ્યાં થાક ઉતરે છે પણ મંજિલ નથી મળતી
મન ભટક્યા કરે છે કંઈક પામી લેવાની ચાહ મા
પણ નજરો ને એ બહુ દૂર લાગે છે
સલાહ હજારો મળે છે પણ સથવારા ની ખોટ વરતાય છે
અસ્ત વ્યસ્ત છે બધું જ પણ સારું લાગે છે
💬 Comments (0)
Please login to leave a comment
Login