HarMat

Stay Updated

Get notified about new books, updates, and special offers from HarMat.

You’ll now receive updates from HarMat 📚

Romance

Just Pass & Topper

p

pankhil gajjar

Jan 11, 2026

2 views 1 min read

11મું ધોરણ એટલે એવું વર્ષ, જ્યાં syllabus કરતાં વધારે સમજાતું નથી કે પોતે શું બની રહ્યું છે.

એ જ ક્લાસમાં હર્ષ અને રીયા હતા.

હર્ષને સ્કૂલથી ખાસ લગાવ નહોતો.

એનો દિવસ આ રીતે ચાલતો —

બેલ વાગે → ક્લાસમાં બેસે → બ્રેક ક્યારે આવશે એની ગણતરી.

રીયા એના પૂરું ઉલટું.

સવારથી જ ટાઈમ પર,

બેગ ગોઠવેલી,

નોટબુકમાં રંગીન પેન,

અને દરેક પિરિયડમાં “Yes miss” કહેવા તૈયાર.

હર્ષ પાછળની બેંચ પર બેસતો.

કારણ કે ત્યાંથી

ટીચરની નજર ઓછી

અને મિત્રોની મજા વધારે.

પણ એક દિવસ ક્લાસ ટીચરે sitting change કરાવી.

“હર્ષ, આગળ આવો.”

હર્ષને લાગ્યું —

આજે જીવનમાં કંઈક ખરાબ થવાનું છે.

એ આગળ આવીને બેસ્યો…

અને સામે રીયા હતી.

રીયાએ એક નજર કરી,

પછી નોટબુકમાં નજર નાખી.

હર્ષે મનમાં કહ્યું,

“બસ, હવે વર્ષ બોર જશે.”

પણ એવું થયું નહીં.

પહેલો પિરિયડ મૅથ્સનો.

ટીચરે પ્રશ્ન પૂછ્યો.

રીયાનો હાથ તરત ઊંચો.

હર્ષે ધીમેથી કહ્યું,

“તું રોજ આવું કેમ કરે છે?”

રીયાએ જવાબ આપ્યા વગર લખ્યું,

“કારણ કે મને જવાબ આવે છે.”

હર્ષે હસીને કહ્યું,

“મને તો પ્રશ્ન જ નથી સમજાતો.”

બ્રેકમાં હર્ષે પહેલી વાર વાત શરૂ કરી.

“તું રોજ એટલું લખે છે, હાથ દુખતો નથી?”

રીયાએ કહ્યું,

“તને રોજ ન લખવાથી કંઈ નથી દુખતું?”

એ દિવસે હર્ષ પહેલી વાર હાર્યો.

ધીમે ધીમે વાતો વધી.

Homework પૂછવા લાગ્યો.

પછી doubts.

પછી “ટીચર કેટલા strict છે” જેવી ચર્ચા.

એક દિવસ હર્ષે રીયાની પેન લઈ લીધી.

રીયા બોલી,

“એ મારી lucky pen છે.”

હર્ષે કહ્યું,

“તો હું lucky થઈ ગયો.”

રીયાએ આંખ ફેરવી,

પણ હસી પડી.

Chemistryના practicalમાં બન્ને સાથે હતા.

હર્ષે test tube ખોટી રીતે પકડી.

રીયાએ કહ્યું,

“એ રીતે નહીં, ફૂટશે.”

હર્ષે કહ્યું,

“ફૂટે તો પણ practical તો યાદ રહેશે.”

રીયાએ એને જોયો.

અને પહેલી વાર એને લાગ્યું —

આ છોકરો મૂર્ખ નથી,

ફક્ત અલગ છે.

Annual exam નજીક આવ્યા.

સ્ટ્રેસ વધ્યો.

રીયા serious.

હર્ષ confused.

એક દિવસ હર્ષે કહ્યું,

“રીયા, તું ના હોત તો હું ફેલ થઈ જાત.”

રીયાએ કહ્યું,

“અને તું ના હોત તો ક્લાસ બહુ boring હોત.”

એ વાક્ય પછી બન્ને થોડા શાંત થઈ ગયા.

Annual function ના દિવસે

હર્ષ stage પાછળ ઊભો હતો.

રીયા front row માં.

હર્ષે એને જોઈને thumbs up આપ્યો.

રીયાએ smile કરી.

એ smile હર્ષને result કરતાં વધારે ખુશી આપી.

Result આવ્યો.

રીયા top 3 માં.

હર્ષ just pass.

હર્ષે કહ્યું,

“Difference તો છે ને આપણામાં.”

રીયાએ કહ્યું,

“હા… પણ bench તો same હતી.”

બન્ને હસ્યા.

11મા ધોરણનો પ્રેમ એવો જ હોય છે —

proposal વગર,

promise વગર,

પણ યાદો સાથે.

અને years પછી પણ

કોઈ old notebook ખોલીએ

તો

એક pen,

એક smile,

અને એક નામ

હજી પણ યાદ આવે.

💬 Comments (0)

Please login to leave a comment

Login

Choose Your Language

Welcome! Please select your preferred language to continue.

HarMat Help

Chat with us

Hello! I'm here to help you with HarMat. What would you like to know?

Common Questions