Prempuri
Dr. Kirtan Chheta
Dec 11, 2025
પ્રકરણ ૧ ક્રિશનું પ્રેમમાં ખોવાવું મધ્યમ પ્રકાશવાળું
આકાશ દેખાય રહ્યું હતું અને બસ સૂર્ય અસ્ત થવા જાય રહ્યો હતો. શહેરની ગલીઓમાં લાઈટના ખંભા એક પછી એક જળવા લાગ્યા છે અને પીળો પ્રકાશીત સૂર્ય આથમતો હોવાને કારણે જાખો દેખાય રહ્યો છે જેના પરથી લાગે છે લગભગ સાંજના સાડા સાત વાગ્યા હશે જ્યાં હવા હળવી અને ભીની છે,અને એક રોડ પર સારી એવી ફિટનેસ ધરાવતો યુવાન તેની બાઇક પર સવાર થઈને જઈ રહ્યો છે. મૂખ પર થાક ચોખ્ખો દેખાય રહ્યો છે, થકાવટ પરથી લાગે છે કે યુવાન હમણાં જ તેની નોકરી પરથી છૂટીને ઘરે જઈ રહ્યો છે, બાઈક ની સ્પીડ પરથી લાગે છે તે ભૂખ્યો પણ હશે ને ઉતાવળ હશે ઘરે જવાની. તેટલામાં ખીચ્ચામાં રહેલો ફોન વાઈબ્રેટ થય રહ્યો છે યુવાનનું ધ્યાન તરત તેના ખીચ્ચા તરફ જાય છે અને તેની બાઈકની સ્પીડ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. યુવાન ચાલુ બાઈકે જ કોલને બ્લુટૂથ દ્વારા રિસીવ કરે છે. ફોન પર એક દમ પ્રેમાળ અવાજમાં માતૃત્વ ભર્યો અવાજ બોલ્યો…
મમ્મી: હેલો… હેલો… ક્રિશ ક્રિશ: હા, મમ્મી બોલ..
મમ્મી: તું ખાવાનો છે કે ખાઈને આવાનો છો..
ક્રિશ: નહીં ખાવાનું છે બોવ જ ભૂખ લાગી છે કઈક સારું બનાવીને રાખજે હું આવુજ છું બસ રસ્તામાં છું ને થોડી વારમાં પહોચી જઈશ.
મમ્મી: સારું તોહ ચાલ જલ્દી આવ તારું ગમતું ખાવાનું બનાવ્યું છે.
ક્રિશ: ઓહો, શું બનાવ્યું છે ?
મમ્મી: એ તો તું આવ સરપ્રાઈઝ છે.
ક્રિશ: સારું ચાલ આવું થોડી વારમાં. મૂકું ત્યારે ફોન.
ક્રિશ ધીરજતા થી બાઈક ચલાવી જ રહ્યો હતો અને બીજી તરફ દિવસભર પડેલા ઝરમર વરસાદની સુગંધ હજી પણ માટીમાં ભળેલી આવી રહી હતી ને મનને ખૂબ જ નશીલી ને ઠંડક આપી રહી હતી. અચાનક પાછો વરસાદે પૃથ્વી પર દસ્તક આપી જેણે ક્રિશની બાઈકને રોડ પાસે રહેલી એક લારી પાસે અટકાવ્યો. કારણ કે વરસાદને લીધે ભીનું ના થવું પડે એથી ક્રિશ એક ચાની લારી પાસે ઊભો રહ્યો. હવે એ ચાની ટપરી ની એકદમ સામે એક બસ સ્ટેશન દેખાય રહ્યું હતું જ્યાં ઊભી રહેલી એક લાંબા વાળ ધરાવતી એક યુવતી ક્રિશને પેલે પારથી જ આકર્ષી રહી હતી. એક તો મોસમ જ એવો હતો કે એ પેલી યુવતીની સુંદરતાને બમણી કરી રહ્યું હતું. તે યુવતી નો ચહેરો એક તરફ થઈ વાળ થઈ ઢંકાયેલો હતો જે ક્રિશને ચહેરો જોવા માટે પ્રેરિત કરી રહ્યું હતું. એ યુવતી એમ પાછી ખૂબ ચિંતિત દેખાય રહી હતી કારણ કદાચ સાંજના સમયે જલ્દી થઈ ઘરે પહોચવાનું હશે અને બીજી તરફ ક્રિશ વારાઘડી તેને જ જોયા કરતો હતો ક્રિશ તે યુવતી નો ચહેરો જોવા ખૂબ આતુર હતો છતાય કુદરતી હવા એ યુવતીના કેશને ચહેરા આગળ લહેરાવી રહી હતી જેથી ક્રિશને તેનો ચહેરો જોવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. ક્રિશે એ યુવતીના પહેરવેશ પરથી અંદાજો લગાવ્યો કે આ યુવતી કદાચ સાઉથ સાઇડની હશે કારણ એમ હતું કે તેના માથા પર રહેલી એક દમ નાની બિંદી એ યુવતી ની શોભાને ખૂબ જ વધારી રહી હતી. હવા ધીરી પડતા એ યુવતીએ તેના કેશને એક તરફ હટાવ્યા અને ચહેરાને થોડી આંગિક નજાકત સાથે સરખો કર્યો અને આ તરફ રોડની પેલી પર ક્રિશ એમ હરખાય રહેલો જેમ પૂનમ ની રાત્રે જે રીતે દરિયામાં મોજાઓ આવી રહ્યા હોય જાણે ક્રિશને રૂપનો નશો થઈ રહ્યો હોય. ક્રિશ તેના મનમાં એમ વિચારતો હતો કે આ યુવતીનું રૂપ કેટલું આકર્ષક છે તેની આંખો જાણે વશીકરણની બૂટી હોય અને હોઠ પર મલકાય રહેલું સ્મિત પાછું એવું કે જે કોઈ પણ વ્યક્તિને મોહિત કરી લે અને પાછું સુંદર સુડોળ શરીરની તો શું વાત થાય આટલું તો કાફી હતું કોઈને પણ વશમાં કરવા અને પાછું ઉપર પહેરેલો સાડીનો પહેરવેશ તોહ તેના રૂપ ને ચાર ચાંદ લગાવી રહ્યું હતું.
💬 Comments (0)
Please login to leave a comment
Login