Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.
Fiction

અધૂરી રેખાઓ ( ભાગ ૨)

Pankhil Gajjar
Pankhil Gajjar
Jan 14, 2026
2 views 1 min read 0 comments

મૈત્રી ગયા પછી ઘરમાં શાંતિ નહોતી, મૌન હતું. અનિરુદ્ધ રોજ સાંજે એ જ ખુરશી પર બેસતો, જ્યાં મૈત્રી બેસીને લખતી. એ દિવસે finally એણે એની ડાયરી ખોલી. કવર પર કશું લખેલું નહોતું, ફક્ત એક સુકાયેલું ગુલાબનું પાંખડી હતી.

 

પહેલું પાનું ખોલતાં જ લખેલું હતું—

 

“જો તું આ વાંચી રહ્યો છે, તો હું કદાચ તારી સામે નથી.

પણ વિશ્વાસ રાખજે, હું તારી અંદરથી ક્યાંય ગઈ નથી.”

 

અનિરુદ્ધના હાથ કંપી ગયા.

 

આગળ લખેલું હતું—

 

“અનિરુદ્ધ,

હું જાણતી હતી કે એક દિવસ મને જવું પડશે.

પણ હું નથી ઇચ્છતી કે તું મને રોકે,

કારણ કે તારી આંખોમાં હું કમજોરી નથી જોવી માંગતી.

પ્રેમમાં સૌથી કઠિન કામ એ છે—

પોતે તૂટીને પણ સામેના માણસને મજબૂત રાખવો.”

 

પાનાં પલટાતાં ગયા.

 

“તું જ્યારે ચૂપ રહે છે ને,

ત્યારે મને સૌથી વધારે સુરક્ષા મળે છે.

તારા શબ્દો નહીં,

તારો સાંભળવાનો ઢંગ મને પ્રેમમાં પાડે છે.”

 

અનિરુદ્ધની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. ડાયરી ભીની થઈ ગઈ.

 

આગળ—

 

“મને ખબર છે, આપણે સાથે ઘર નહીં બાંધીએ,

પણ તું જ્યાં પણ હશો,

ત્યાં મારા સ્વપ્નોની એક દીવાલ ઊભી રહેશે.

તું હસે, એ જ મારી સૌથી મોટી જીત છે.”

 

છેલ્લા પાનાં પર લખેલું હતું, થોડું વાંકું, જાણે હાથમાં શક્તિ ઓછી હતી—

 

“જો ક્યારેય તને લાગશે કે તું એકલો છે,

તો આ ડાયરી ફરી ખોલજે.

હું અહીં જ છું—

દરેક શબ્દમાં,

દરેક ખાલી જગ્યામાં.

 

અને હા…

મારા માટે દુખી ન થશો.

મને પ્રેમ મળ્યો હતો,

એ પૂરતું છે.”

 

ડાયરી બંધ થઈ.

 

અનિરુદ્ધે આંખ બંધ કરી.

પહેલીવાર એને લાગ્યું—

પ્રેમ ખોવાયો નથી,

એ ફક્ત રૂપ બદલીને

હૃદયમાં સ્થિર થઈ ગયો છે.

 

અને એ દિવસે અનિરુદ્ધ રડ્યો નહીં.

એ દિવસે એ મૈત્રીની જેમ

શાંતિથી હસ્યો.

Related Stories