બાળપણ
Darshit Goti (Goti Saheb)
Jan 07, 2026
“નાસ્તાનો ડબ્બો ટીફીન થઈ જાય.
ત્યારે જિંદગી કઠિન થઈ જાય.”
એક સમય હતો…
ડબ્બામાં પેકેટ્સ ભરાતા,
આજે રોટલી ને શાક ભરાય છે.
ત્યારે સુખની રમતો રમાતી,
આજે દુઃખના દાવ રમાય છે.
દસ રૂપિયામાં ખિસ્સા ભરાતા,
આજે દસ હજાર પણ ઓછા લાગે છે.
વેકેશન?
એ શું હોય સાહેબ…
હવે તો માત્ર મહિનાની પહેલી તારીખની રાહ જોવાય છે.
પૈસાથી ફક્ત બીલ ભરાય છે…
દિલ નહીં.
આ સત્ય હવે સમજાય છે.
રોજ સવારે શેરીના નાકે ઉભો રહું છું,
અને ત્યાં…
મને મારું બાળપણ દેખાય છે.
મને મારું બાળપણ દેખાય છે..
~ ગોટી સાહેબ (દર્શિત ગોટી)
"નાસ્તનો ડબ્બો જ્યારે ટીફીન થઈ જાય..
ત્યારે જિંદગી કઠીન થઈ જાય.. "
જો તમને તમારું બાળપણ યાદ આવી જાય ❤️
તો સ્ટોરી Like કરો
અને તમારી યાદો Commentમાં લખજો ✍️
#Balpan
#GujaratiEmotion
#GotiSaheb
#DarshitGoti
#ChildhoodMemories
#LifeReality
#GujaratiPoetry
#NostalgiaGujarati
💬 Comments (2)
Please login to leave a comment
LoginSuperb Mr.Goti saheb
Thank you🥰