"રેલ ના ધબકારે" ભાગ ૧
હું એક મધ્યમવર્ગીય નોકરીયાત વ્યક્તિ છુ.જેના કારણે રોજીંદા વ્યવહાર માટે રેલમાર્ગનો સહારો લેવો પડે છે .રોજ નવા લોકો મળે, નવી નવી વાતો જાણવા મળે તો ઘણી વાર નાનાં-મોટા ઝઘડા જોવાં મળતાં, કોઈકવાર તો મારા પુણ્ય નસીબે સુરદાસ લોકોનું ખંજરી જેવું કોઈ વાજીંત્ર મને એની તરફ ખેંચતુ, એની ગાયકી સાંભળીને મારુ હૈયું રસભયો થતું, એકદમ જ મગ્ન, એ ટાણે રેલનો અવાજ પણ આપમેળે મૌન થઈ જતો.
આવી નાની પણ આનંદદાયક ઘટનાઓ મારા જીવનને રોમાંચક અને રસીલું બનાવતી અને આમ ને આમ મારા દિવસો પસાર થતા હતાં.
એક દિવસ હું મારા ઘરેથી વહેલી પરોઢે મારી 'મા'ના હાથનું 'ખીરઅમૃત' ખાઈને નોકરી માટે રવાના થયો. સ્ટેશન પહોંચતા મને ખબર પડી કે મારી ગાડીને આવવાને હજુ અડધાએક કલાકની વાર છે.રેલની રાહે હુ ત્યાંના બાંકડે બેસી ગયો. મારી નજર ગાડીના પાટાથી ઘડિયાળ પર અને ઘડિયાળથી મારી સામેના પીલ્લોર પાસે બેસેલી એક કળા કરતાં મોરલાની છબીવાળી લીલા રંગની સાડી પહેરેલી સ્ત્રી પર પડી જે પોતાનાં ત્રણવર્ષીય બાળકને બિસ્કીટ ખવરાવતી હતી.એ એને જોતાં મને જોઈ ગઈ અને મેં હલકું સ્મિત આપી નજર ફેરવી લીધી. એટલામા એક ગરીબ વૃધ્ધ મારી પાસે આવ્યા અને ખાવાનું માંગતા હતા, મેં સ્ટેશન પરના સ્ટોલથી એમને લઈ થોડોક નાસ્તો આપ્યો. એટલામા જ પાટા ઘસાવાનો અવાજ આવ્યો.
અરે..આ મારી રેલ આવી ગઈ.હું રેલના ઊભા રહેતા જ મારી સામે આવતા ડબ્બામા ચડી ગયો અને જઈને બારી પાસેની સીટ પકડી બેસી ગ્યો.ત્યાં જ મારી સામેની ખાલી સીટ પર એક છોકરો આવીને બેસી ગયો અને એની પાછળ એની મમ્મી આવી.
હા..એ એજ સ્ત્રી હતી જે ને સ્ટેશન પર હુ જોયા કરતો હતો.
રેલનું એન્જીન ચાલુ થયું ને સ્ટેશન માસ્તરના એક લીલા ઝંડાના એક ઈશારે રેલ ચાલતી થઈ.
શું હુ એને જોઉ છુ, કે નઈ એ જાણવા હજું એ અજાણ સ્ત્રી મને ત્રાસી નજરે જોતી હતી . . .
હું રેલનાં ચોથા ડબ્બામાં છોકરાને ખોળે બેસાડેલી એ સ્ત્રીના મને બોલાવાની રાહ જોતો હતો. મારા એને બોલાવાના ઘણાં પ્રયાસો એક પછી એક નિષ્ફળ જતાં હતાં.
મારી અવાર-નવારીય બિમારી શરદી ના લીધે અચાનક મને છીંક આવતા મારા ખિસ્સામાની પેન નીચે પડી ગઈ એ ઉંચકવા નીચે જુક્યો ને મારુ માથું સિટ સાથે અથડાયું અને એ સ્ત્રીનાં મુખસ્વર એક શબ્દ નિકળ્યો કે.." જો જો ધ્યાનથી, વાગ્યું તો નથીને ? "વાગ્યુ તો ઘણું હતુ પણ તોયે નથી વાગ્યું કહીને પછી મે વાત દફનાવી દીધી.
પેલાં ગરીબ વૃધ્ધને ખવરાવાના મારા દયાભાવના દાખલાથી એણે વાત શરુ કરી. જેટલી એ સ્ત્રી સુંદર હતી એટલો જ એનો અવાજ. મારા સ્વભાવના વખાણને લઈને અમારી વાતો આગળ વધી.એના પરીચયે મને ખબર પડી કે એ મારા પાડોશી ગામના હતાં સાથે એ એક કલાકાર પણ હતાં. ઊભા માણસ ને બેઠ્ઠો એક શ્વેત કાગળમા હાથ-પેન્સીલે છાપી નાખવો એ એમનો શોખ હતો. એમના પતી એમનાથી કોઈ કારણોસર અલગ થઈ હતા.
વાત-વાતમાં મારુ સ્ટેશન નજીક આવતું જતું હતુ ને
મારા હ્યદયના ધબકારા રેલનાં અવાજને ધીમા પાડતા હતા.
લ્યો.... સ્ટેશન આવીયે ગયું અને વાતો અધુરી રહી ગઈ.ઉતરવાનું મન ન હોવા છતાં મારું મુલાકાત કાર્ડ આપી હુ ત્યાંથી રવાના થયો. આખો દિવસ ઓફીસ પર એનો જ વિચાર. એનાં એક અઠવાડીયા સુધી એજ મુલાકાત યાદ કરીને હું હલકું હસતો જતો હતો. ઓફિસની દરેક વ્યક્તિ મને મંદબુદ્ધિ સમજવા માંડી હતી.
ચાર મહીના પછી અચાનક, વહેલી સવારે મારા ઘર દરવાજે એક સાઈકલની ટંકોરી વાગી, એ ટપાલી કાકા એક અજાણ્યા નામ/સરનામાનું એક ચપટુ- લાંબુ પાર્સલ લાવ્યા હતા. એના ખુણે લખેલી તારીખે મને યાદ કરાવ્યું કે આજે મારો જન્મ દીવસ છે.
મારો જન્મદીવસ હું કઈ રીતે ભુલી શકું ? મમ્મીના આશીર્વાદ લઈ મે મારા દિવસની શરૂઆત કરતા એ પાર્સલ ખોલવાનું શરૂ કર્યું પણ એ પાર્સલ ખોલતા મારી ખુશીનું ઠેકાણુ ન રહ્યું કારણ કે એની અંદર મારી સુંદર છબી(સ્કેટ્ચ) હતી અને એના ખુણે 'હેપ્પી બર્થડે' લખેલું ..
હુ સમજી ગયો કે એ ભેટ એ જ સ્ત્રીની હતી. પણ એને મારો જન્મદિવસ કઇ રીતે રીતે ખબર. આ વિચારતા જ મારા ફોનની ઘંટડી વાગી. તેને અવગણીને હું મારુ કામ કરતો હતો કે મારી નજર મારી બાજુમા પડેલી છબી પર પડી એટલે મે તરત જ ફોન ઉંચકી જોયું તો મારા ફેસબુક પર એ સ્ત્રીનો મને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતો સંદેશ આવ્યો હતો, ત્યારે મને સમજાયું કે એમણે ફેસબુકમાથી મારી જન્મતારીખ જોઈને મને મેસેજ કર્યા હશે અને મેં આપેલા કાર્ડમાંથી મારુ સરનામું લીધુ હશે. મેં પછી ઘણાં સંદેશ મોકલ્યા પણ એના તરફથી કોઈ પ્રતીભાવ ન મળતા હુ ઉદાસ થઈ ગયો.
મારા જન્મદિવસે મને ઉદાસ જોઈ મારી મમ્મીએ મને કારણ પુછ્યું તો મેં એમને વિસ્તારમા જણાવ્યું અને એમણે એ સ્ત્રીને ઘરે બોલાવવાનું કહી રસોડામાં જતાં રહ્યાં.
પણ હુ હજૂય એના પ્રતિભાવની રાહ જોતો હતો...
એક અઠવાડીયું વીતી ગ્યું છતાં એના તરફથી કોઈ સંદેશ નથી એટલે મને લાગ્યું કે કદાચ હવે એનો સંદેશ મારા આવતા વર્ષના જન્મદિવસે જ આવશે.
પણ ખરેખર
એ સ્ટેશનનો દિવસ,
એ ચોથા ડબ્બાની મુલાકાત અને
એ સ્ત્રીનું એ હલકું સ્મિત યાદ આવતા મારો દરેક દિવસ આનંદમય બની જાય છે.
આજે પણ એ પીલ્લોર સામે બેસતા મને એજ સ્ત્રી
ત્યાં બેઠી હોય એ દૃશ્ય દેખાય છે.
Comments
Darshit Goti 🔥✨Superb