Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Stories

Henit darji

Romance

અધૂરી રહી ગયેલી મુલાકાત... ❤️ ભાગ – 1

Henit darji
Henit darji
Jun 26, 2026
2 views 1 min read 0 comments

અમદાવાદની શિયાળાની સવાર હતી. કોલેજનું નવું સેમેસ્ટર શરૂ થયું હતું. કેમ્પસમાં વિદ્યાર્થીઓની ભીડ હતી. કોઈ મિત્રોને મળી રહ્યું હતું, કોઈ નવા ચહેરા જોઈ રહ્યું હતું.

એ જ ભીડમાં આરવ પોતાના હેડફોન પહેરીને ધીમે ધીમે ચાલતો હતો. તેને કોઈ સાથે વધારે વાત કરવી ગમતી નહોતી. પોતાનામાં જ રહેતો.

એ સમયે સામેમાંથી એક છોકરી ઝડપથી દોડી રહી હતી. તેના હાથમાંથી પુસ્તકો નીચે પડી ગયા.

"સોરી... સોરી..." એ ગભરાઈને બોલી.

આરવે કંઈ બોલ્યા વગર પુસ્તકો ઉપાડીને તેને આપ્યા.

"થેન્ક યુ..." છોકરીએ હસીને કહ્યું.

આરવ માત્ર સ્મિત કરીને ત્યાંથી ચાલ્યો ગયો.

છોકરીનું નામ હતું કાવ્યા.

કાવ્યા વિચારવા લાગી...

"આ છોકરો એટલો શાંત કેમ હશે?"

બીજા દિવસે ફરી લાઈબ્રેરીમાં બંને આમને-સામને આવ્યા.

"હાય... ગઈકાલે Thanks પણ properly નથી કહ્યું."

આરવે પુસ્તકમાંથી નજર ઉઠાવી.

"કોઈ વાત નહીં."

"મારું નામ કાવ્યા."

"આરવ."

બસ... એટલી જ વાત.

પણ એ દિવસ પછી રોજ ક્યાંક ને ક્યાંક બંને મળી જ જતા.

ક્યારેક કેન્ટીનમાં...

ક્યારેક લાઈબ્રેરીમાં...

ક્યારેક બસ સ્ટોપ પર...

જાણે નસીબ બંનેને વારંવાર મળાવતું હોય.

એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો.

કાવ્યા બસ સ્ટોપ પર એકલી ઊભી હતી.

છત્રી નહોતી.

આરવ ત્યાં આવ્યો.

કંઈ બોલ્યા વગર પોતાની છત્રી તેની તરફ આગળ કરી.

"અને તું?"

"મને વરસાદ ગમે છે."

કાવ્યા હસી પડી.

"પાગલ છે તું."

એ દિવસથી તેમની મિત્રતા શરૂ થઈ.

સમય પસાર થતો ગયો.

દરરોજ કલાકો સુધી ચેટ...

નાની નાની વાતો...

એકબીજાના સપના...

ડર...

બાળપણ...

બધી વાતો એકબીજા સાથે શેર થવા લાગી.

આરવ પહેલીવાર કોઈની સામે ખુલવા લાગ્યો.

અને કાવ્યાને સમજાઈ ગયું કે બહારથી શાંત દેખાતો આ છોકરો અંદરથી કેટલો લાગણીશીલ છે.

વેલેન્ટાઈન ડે આવવાનો હતો.

આરવે નક્કી કર્યું...

"આજે હું મારા દિલની વાત કહી જ દઈશ."

એણે કાવ્યા માટે એક નાનું ગિફ્ટ ખરીદ્યું.

એક ગુલાબ...

અને એક ચિઠ્ઠી...

જેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું...

"તું આવી ત્યારથી જિંદગી જીવવી ગમવા લાગી છે."

પણ...

એ દિવસે કાવ્યા કોલેજમાં આવી જ નહીં.

તેનો ફોન બંધ...

મેસેજનો જવાબ નહીં...

કોઈ ખબર નહીં...

આરવ આખો દિવસ રાહ જોતો રહ્યો.

બીજા દિવસે ખબર પડી...

કાવ્યાના પપ્પાની નોકરી બીજા શહેરમાં લાગી હતી... અને આખો પરિવાર એક જ રાતમાં અમદાવાદ છોડીને ચાલી ગયો હતો.

આરવના હાથમાં આજે પણ એ ગુલાબ સુકાઈ ગયો હતો...

પણ...

તેની લાગણીઓ હજુ પણ તાજી હતી...


– To Be Continued... ❤️

 

 

 

Related Stories