Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Language changed successfully

Romance

તું મારી જિંદગી માં ખાસ છે...

Katar surbhi
Katar surbhi
Jan 13, 2026
9 views 1 min read 0 comments

આજે ભી યાદ છે મને કોલેજ ના એ દિવસો જ્યારે આપડે સાથે હતા.

આપડો પરિચય થવો , લાંબા સમય પછી વાતચીત થવી..

નાની નાની વાતો માંથી કયારે એ સંવાદો વધી ગયા કંઈ ખબર જ ના પડી.

વાતો કરવાનો શોખ તો પેલે થી જ હતો મને , એટલે આપડી વાતો ની ગપસપ ટૂંક સમય માં જ વધી ગઈ અને વોટ્સએપ માં એ મોર્નિંગ ના મેસેજ થી રાત સુધી કંઈ કેટલીયે સાચી ખોટી વાતો ની આપ લે થવા લાગી .

ક્યારેકે મજાક માં તો ક્યારેક સહજ થાય ને તારી મારા માટે ની લાગણીયો મને કેવી અને મારુ હર વખત ની જેમ તને નકાર માં જવાબ આપવો..

હજાર વાર તને ના પાડવા છતાં પણ તું મને તારા જીવન માં ખાસ માનતો હતો , આપડા મિત્રો ની મજાક પર તારા ચહેરા પર ના એ બદલાતા હાવ ભાવ અને લાંબી લાંબી વાતો માં તારા મન માં જે હોય એ મને સરળતા થી કહી દેવું અને જ્યારે બધા સામે હોય ત્યારે એક શબ્દ પણ ના બોલવો ..

મારી પાસે ત્યારે કોઈ શબ્દ નહતો તારી આ લાગણીયો ને કોઈ નામ આપવા , જયારે તું આને પ્રેમ કહેતો . હું નહતી સમજી શકતી કે તારી આ લાગણીયો એ સાચે પ્રેમ છે કે પછી એક આકર્ષણ..

કોલેજ નો એ તારો ખાલી સમય તે મારા નામે કરી રાખ્યો હતો એ મને ફક્ત એક આકર્ષણ જેવું જ લાગતું હતું , જે સમય સાથે પૂરું થઈ જશે અને આપણે બને પોતપોતાના રસ્તે હશું ..

અને એવું થયું પણ કોલેજ પુરી થઈ ગઈ અને હવે તું એક સારી જોબ પર હતો અને મને હજુ જોબ મળી ના હતી.હા ત્યારે મને સમજાયું જયારે મારે એક એક પળ ની રાહ જોવી પડતી હતી કે તારી ઓફિસે નો સમય પૂરો થઈ અને હું તારી જોડે વાત કરી શકું . પણ હવે એ શક્ય નહતું કેમ કે નવી નવી જોબ માં તું પણ થોડો કામ માં રહેતો અને હું ને મારો મોબાઈલ એકલા પડી ગયા હતા ..

અને ત્યારે મને સમજાયું કે તું મારા જીવન માં એક ખાસ જગ્યા પર છે , તારું એ નાની નાની વાતો માં મારુ ધ્યાન રાખવું ને મને ખાસ સમજવી એ બધું હવે મને સમજાતું હતું..

આટલી લાગણી હોવા છતાં હજુ ભી હું સ્વીકારી નહતી સકતી કે આ સાચું છે અને હું ભી જોબ શોધી ને જોબ કરવા લાગી , જિંદગી ધીમે ધીમે આગળ વધતી હતી અને મારા મન માં હજુ ભી એ જ વાત હતી કે તું મારા માટે શું વિચારે છે ? હું જે સમજુ છુ એ સાચું છે કે નય?

પણ આ બધું મેં ક્યારેય તને કીધું નઈ.જોબ ને લીધે તું ભારત બહાર ગયો અને તારી સાથે મારા એ સવાલો ના જવાબ પણ બાકી રહી ગયા જે હું તને ક્યારેય પૂછી ના શકી.

કહેવાય છે ને કે સમય ને પાંખ હોય છે એમ સમય એની ગતિ એ ચાલવા લાગ્યો અને મેં મન માં માની લીધું કે કાંઈક હતું જેને મેં ક્યારેય સ્વીકાર્યું નઈ અને એટલે જ એ મારા થી દૂર થઈ ગયું.પણ તું તો જીદી હતો અને તારે તો મને તારી જિંદગી માંથી ક્યારેય દૂર જવા જ નહતી દેવી , અને તારે તારી આ જીદ તો પુરી કરવી જ રહી .

 

અને એક દિવસ અચાનક મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબર પર થી ફોને આવ્યો , અવાજ સાંભળતા જ હું ઓળખી ગઈ , પુરા એક વર્ષ પછી તારો ફોને મારા એ બધા સવાલો નો જવાબ બની જશે એ ક્યાં મને ખબર હતી .

 

અને ફરી એક વખત તે મને તારી જિંદગી માં આવા માટે કીધું અને અંતે મેં પણ સ્વીકાર્યું કે તું મારી જિંદગી માં ખાસ છે કે પછી મારી જિંદગી જ .

 

Related Stories