Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

ભાષા સફળતાપૂર્વક બદલાઈ ગઈ

અધૂરી રહી ગયેલી મુલાકાત... ❤️ ભાગ – 2
Romance

અધૂરી રહી ગયેલી મુલાકાત... ❤️ ભાગ – 2

Henit darji
Henit darji
Jun 27, 2026
2 views 1 min read 0 comments

સમય કોઈની રાહ જોતો નથી...

પાંચ વર્ષ વીતી ગયા.

આરવે હવે પોતાનું આખું ધ્યાન પોતાના કરિયર પર આપી દીધું હતું. કોલેજનો શાંત છોકરો હવે અમદાવાદની એક મોટી કંપનીમાં ગ્રાફિક ડિઝાઇનર બની ગયો હતો.

બહારથી તે હસતો હતો... પણ અંદરથી હજુ પણ એક જ નામ જીવતું હતું...

"કાવ્યા..."

આ પાંચ વર્ષમાં તેણે હજારો લોકો મળ્યા... પણ કોઈની આંખોમાં તેને કાવ્યા જેવી નિર્દોષતા દેખાઈ નહીં.

એક સાંજે ઓફિસમાંથી નીકળીને તે રિવરફ્રન્ટ પર બેઠો હતો.

અચાનક પાછળથી એક નાનકડો અવાજ આવ્યો...

"અંકલ... તમારો ફોન પડી ગયો."

આરવે પાછળ જોયું.

સાત-આઠ વર્ષની એક નાની બાળકી તેનો ફોન લઈને ઊભી હતી.

"Thank You..."

એ બાળકી સ્મિત કરીને દોડી ગઈ.

થોડી દૂર એક યુવતી ઊભી હતી.

પવનમાં તેના વાળ ઉડી રહ્યા હતા.

આરવનું દિલ અચાનક જોરથી ધબકવા લાગ્યું.

"શું... આ... કાવ્યા?"

તે ધીમે ધીમે તેની તરફ ચાલવા લાગ્યો.

યુવતીએ પણ નજર ઉઠાવી.

બંનેની આંખો મળી.

સમય જાણે અટકી ગયો...

"આરવ...?"

"કાવ્યા...?"

પાંચ વર્ષ પછી...

એક જ શબ્દે બંનેની આંખો ભીની કરી દીધી.

થોડીવાર પછી બંને નજીકની એક કેફેમાં બેઠા.

થોડી શાંતિ...

થોડા પ્રશ્નો...

અને ઘણી બધી અધૂરી વાતો...

આરવે ધીમેથી પૂછ્યું...

"તું કંઈ કહ્યા વગર કેમ ચાલી ગઈ હતી?"

કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા.

"મારે જવું નહોતું..."

"પપ્પાનું અચાનક ટ્રાન્સફર થઈ ગયું."

"મારો ફોન પણ ખોવાઈ ગયો હતો."

"તારો નંબર પણ નહોતો..."

"હું રોજ તને શોધતી હતી..."

આરવ શાંત થઈ ગયો.

પાંચ વર્ષથી જે પ્રશ્ન તેના દિલમાં હતો...

આજે તેનો જવાબ મળી ગયો હતો.

એ જ સમયે...

કેફેનો દરવાજો ખુલ્યો.

એક યુવાન અંદર આવ્યો.

તે સીધો કાવ્યા પાસે આવ્યો.

"Sorry... મને મોડું થઈ ગયું."

આરવનું દિલ ફરી એકવાર તૂટી ગયું.

"કદાચ... આ તેનો પતિ હશે..."

કાવ્યાએ તરત કહ્યું...

"આરવ... આ મારા મોટા ભાઈ છે."

આરવે એક ઊંડો શ્વાસ લીધો.

જાણે વર્ષો પછી ફરી જીવવાનો મોકો મળ્યો.

ઘરે જતાં પહેલાં કાવ્યાએ કહ્યું...

"આરવ..."

"આ વખતે મને ફરીથી ખોવાઈ જવા દેતો નહીં..."

આરવે હસીને જવાબ આપ્યો...

"આ વખતે હાથ પકડ્યો છે... હવે ક્યારેય નહીં છોડું."

પણ...

નસીબે હજુ એક મોટો ખેલ રમવાનો બાકી હતો...

કારણ કે...

કાવ્યાએ હજુ સુધી આરવને એક સત્ય નહોતું કહ્યું...

એવું સત્ય...

જે સાંભળ્યા પછી કદાચ તેમનો પ્રેમ ફરી એકવાર અધૂરો રહી જાય...

To be continued 

સંબંધિત સ્ટોરીઝ