શીર્ષક: એક 'ગાંડો'...
Dr. Kirtan Chheta
Mar 02, 2026
છે એક 'ગાંડો'...
દુનિયાની નજરમાં સાવ અજાણ્યો ને નકામો,
કોલાહલથી દૂર, થોડો અસ્તવ્યસ્ત,
ક્યાંક કોઈ ખૂણે બેઠેલો,
કારણકે એના ઠેકાણાનું,
કઈ નક્કી જ નથી હોતું.
પણ સાચું કહું તો?
આવે છે એ જ અંતિમ વેળાએ,
મારો એકમાત્ર સથવારો બનીને.
હું અમથો ખાર નથી ખાતો એના પર,
સમયસર આવાની એને તો જાણે,
બાધા લીધી હોય એવું લાગે.
૫ મિનિટ ની એ કરે કલાક,
ને કલાકની એ કરે ૨ કલાક,
ને ક્યારેક પાછો,
કલાકનું આવાનું કહીને કાલનો,
દિવસ પણ કરે કઈ નક્કી નહીં.
કદાચ જો તે એકલો પડે,
એટલે એક જ કામ કરે,
ફૂંકવાનું કામ કરે,
ને હું ના પાડુ એટલે કે,
હું તોહ આ શરીરને ધૂપ દીવા કરું છું.
જો એને ફુક્તા હું ભાળી જાવ,
એટલે
પેલો 'શરીરનો ધૂપ-દીવો',
પણ અડધેથી જમીન પર ફેંકીને,
બુઝાવી દે છે.
પાછો માને છે મને પરમમિત્ર,
પણ મારું કીધેલું ઓછું માને,
પણ કઈ ના શકું,
એ પાછું સમજી પણ લે.
અને એ જ પળે મને સમજાય છે કે,
તેના પોતાના ઠેકાણાનું,
કંઈ નક્કી નથી હોતું,
પરંતુ એ મારી જિંદગીનું,
સૌથી મજબૂત ઠેકાણું છે.
જ્યાં મને રહેવાનું અને જીવાનું મન થાય છે.
ડો કિર્તન છેટા
💬 Comments (0)
Please login to leave a comment
Login