શું કહેશો બોલો?
Dr. Kirtan Chheta
Jan 01, 2026
શું કહેશો બોલો?
શું કહેશો બોલો, વર્ષ બદલાઈ ગયું,
સાથે મારી પ્રીત કરશો બોલો ?
આપની માટે ખાલી વર્ષ બદલાયું,
મુજને પૂછો આપની સાથે એક વર્ષ વધ્યુ બોલો ?
ચાલ બને સમયનાં વહેણમાં હાથ પકડીએ,
તમે હજુ પણ મારો હાથ પકડશો બોલો ?
શું કહેશો બોલો, સાથે મારી રહેશો બોલો ?
આ સફરમાં છેલ્લા શ્વાસ સુધી રહેશો બોલો ?
દુનિયા સામે ન વચન જોઈએ મને,
એકાંતમાં મારી સામે સાચા રહેશો બોલો ?
આંસુનું શું ? આસું તો હું છુપાવી લવ,
પછી મારી ખામોશી વાચશો બોલો ?
હું તૂટી જઈશ કિસ્મત સામે,
મારી કિસ્મત તમે બનશો બોલો ?
શ્વાસો થાકી જશે જવાબદારીઓનાં ભારથી,
તમે ભાર વહેચવા સાથે રહેશો બોલો ?
શું કહેશો બોલો, વર્ષ બદલાઈ ગયું,
સાથે મારી પ્રીત કરશો બોલો ?
ડો કિર્તન છેટા
💬 Comments (0)
Please login to leave a comment
Login