શીર્ષક: અધૂરો અરીસો
Dr. Kirtan Chheta
Jan 11, 2026
ખબર નથી...
કે તારા ગયા પછી આ ઘરમાં શું બાકી રહ્યું છે?
કદાચ, પેલો અડધો પીધેલો ચાનો કપ,
કે જેમાં હજુ તારા હોઠની ગરમી હું શોધ્યા કરું છું.
મેં આજે અરીસા સામે ઉભા રહીને પૂછ્યું,
"કેમ હું આટલો અજાણ્યો લાગું છું?"
અરીસાએ હસીને જવાબ આપ્યો,
"તારી અંદરનો અડધો હિસ્સો તો તેવો લઈ ગયા છે,
હવે જે દેખાય છે, એ તો માત્ર તારો પડછાયો છે."
તું યાદ આવે છે ત્યારે...
આંખમાંથી આંસુ નથી પડતા,
પણ હૃદયનો એક ખૂણો થોડો વધુ ખાલી થઈ જાય છે.
જાણે કોઈએ વસંતના ટાણે,
પાનખરનું સરનામું લખી દીધું હોય!
હવે તો બસ,
તારી યાદોના સહારા પર જિંદગીનું મકાન ચણું છું,
નકશો તારો છે, ઈંટો મારી છે,
પણ અફસોસ... એમાં રહેવાનું મારું છે અને એમાં રહેવા માટે હવે તું પણ નથી.
💬 Comments (0)
Please login to leave a comment
Login