મમ્મી તું સાવ કેવી?
Dr. Kirtan Chheta
Jan 11, 2026
તું વગર બોલ્યે બધું સહેતી સાવ કેવી છે?
તું આંખું થી ઘણું કહેતી સાવ કેવી છે?
તું લોહી બનીને નસમાં વહેતી સાવ કેવી છે?
તું શ્વાસ બનીને ઉરમાં રહેતી સાવ કેવી છે?
હું ઠોકર ખાઉં ને તું પડતી સાવ કેવી છે?
તું ખુદા થી પણ વધુ લડતી સાવ કેવી છે?
હું ભૂલ કરું ને તું રડતી સાવ કેવી છે?
તું મારી ખુશીઓ માટે લડતી સાવ કેવી છે?
ભલે હોય લાખો દેવો આ દુનિયામાં મમ્મી
પણ શ્રેષ્ઠ છે મારા માટે તો મારી જ મમ્મી.
ડો કિર્તન છેટા
💬 Comments (0)
Please login to leave a comment
Login