શીર્ષક: "વ્હાઈટ કોટથી પોતાના સપના સુધી..."
Dr. Kirtan Chheta
Mar 02, 2026
યાદ છે?
પહેલી વાર જ્યારે એ વ્હાઈટ કોટ પહેર્યો હતો,
ત્યારે ખભા પર માત્ર સ્ટેથોસ્કોપ નહોતું, જવાબદારીઓનું વજન હતું.
આપણું એ 'એનાટોમી' અને 'ફિઝિયોલોજી' નું જ્ઞાન,
પુસ્તકોના પાનાઓમાંથી નીકળીને
જ્યારે દર્દીના દુખાવા સુધી પહોંચ્યું,
ત્યારે સમજાયું કે જિંદગી તો
'વાઈવા' કરતા પણ અઘરી છે.
પછી આવી એ 'ઈન્ટર્નશીપ'...
આખો દિવસ રહેતી દોડધામ,
એપ્રન પર પરસેવાના ડાઘ,
અને રાત્રે પગના તળિયે થતો એ અસલી દુખાવો!
ત્યારે ખરો અહેસાસ થયો કે બીજાના સ્નાયુઓ
મજબૂત કરતા-કરતા,
આપણું મન ક્યારે મજબૂત થઈ ગયું,
એની ખબર જ ના પડી.
કેટલાય અજાણ્યા ચહેરાઓના આશીર્વાદ મળ્યા,
જે આપણા માટે કોઈ પણ
'સેલેરી' કરતા કિંમતી હતા.
કોલેજ પૂરી થઈ...
અને ઘણાય કહેતા હતા કે
કોઈ મોટી હોસ્પિટલમાં 'જોબ' કરી લઈશું,
કોઈ કહેતું હતું કે કોઈના નીચે રહીને
એક્સપિરિયન્સ લઈશું.
બધાનું પોતનું અલગ સપનું હતું,
જેનું તેવો વાવતર કરી રહ્યા હતા.
આજે જ્યારે રિયુનિયનમાં મળ્યા છીએ,
ત્યારે ગર્વ છે કે આપણે કોઈની સૂચનાઓ પર નહીં,
પણ આપણા પોતાના હુનર પર ઉભા છીએ.
દોસ્તો, આ રિયુનિયન એ સફળતાનું સેલિબ્રેશન છે,
એ રાતોનું સન્માન છે જે આપણે જાગીને કાઢી છે,
અને એ હાથોની વંદના છે
જેણે આજે સેંકડોને ચાલતા કર્યા છે.
ભલે દુનિયા આપણને 'ડોક્ટર' કહેતી હોય,
પણ આપણે જાણીએ છીએ
કે આપણે એક 'ફાઈટર' છીએ!
જિંદગીના પણ ના દુઃખાવાના પણ.
💬 Comments (0)
Please login to leave a comment
Login