Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.
શીર્ષક: પ્રથમ જાત
Self-Help

શીર્ષક: પ્રથમ જાત

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Feb 05, 2026
2 views 1 min read 0 comments

 

જે પ્રથમ જાતને માપતા હોય છે,

તે પછી ઘાત પણ આપતા હોય છે.

 

આંખમાં સ્નેહનું નીર જે છાંટશે,

એ પછી પીડને બાળતા હોય છે.

 

બોલ મીઠા બધા જે સદા બોલશે,

ડામ તો કાળજે છાપતા હોય છે.

 

શ્વાસમાં શ્વાસ થઈ જે સતત આવતા,

એ પછી શૂળ થઈ વાગતા હોય છે.

 

જેમની યાદમાં જાગતા રાતભર,

એ બધા દેહને તોડતા હોય છે.

Related Stories