શીર્ષક: દિલ કશી
Dr. Kirtan Chheta
Mar 02, 2026
રાતમાં ચાંદની જિંદગી હોય છે,
સાથમાં આપની બંદગી હોય છે.
હોઠ પર સ્મિતની તાજગી હોય છે,
આંખમાં એક નવી દિલકશી હોય છે.
પ્રેમની રાતમાં તિશ્નગી હોય છે,
યાદમાં ખાસ તો દિલ્લગી હોય છે.
મૌનમાં સાંભળો બંસરી હોય છે,
શબ્દમાં ભાવની ચાતરી હોય છે.
દોસ્તો, દિલ મહીં દોસ્તી હોય છે,
રાખમાં પણ છૂપી રોશની હોય છે.
ડો કિર્તન છેટા
💬 Comments (0)
Please login to leave a comment
Login