Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.
શીર્ષક: લખેલું લખાણ
Self-Help

શીર્ષક: લખેલું લખાણ

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Jan 16, 2026
1 views 1 min read 1 comments

લખાણ લખેલું એક દિવસ જૂનું થશે,

તારું મારું સાથે રહેવું એ જ રીતે પૂરું થશે.

 

કાલ જ્યારે તું નહીં હોય, માત્ર તારી યાદ હશે,

શ્વાસ મારો એ જ ક્ષણથી સાવ લૂણો થશે.

 

હસ્તરેખામાં લખ્યું છે સાથ આપણો અડધે સુધી,

કોણ જાણતું 'તું કે સૂરજ આટલો વહેલો ઢળશે?

 

બંધ આંખોમાં હજી છે તારો ચહેરો એવો જ,

આંખ ખુલશે ને આ બધું સપના જેવું થશે.

 

નજરથી તારી દૂર જઈને ક્યાં જવાનો હું હવે?

યાદોનું આ આખું આભ હવે તો અહીં જ ખૂંપશે.

 

છૂટા પડ્યાનો ડર નથી, પણ દર્દ એ વાતનું હશે,

કે આપણી આ વારતાનો અંત પણ અઘરો થશે.

 

આ સમયની જીદ સામે આપણે હારી ગયા,

પ્રેમ આપણો અમર ખરો,બાકી દેહ જુદો રહશે.

 

ડો કિર્તન છેટા

Related Stories