માટીમાંથી માણસ
pankhil gajjar
Jan 11, 2026
આ ઘટના ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામની છે, જ્યાં રસ્તા કરતાં સપનાઓ વધારે કાચા હતા.
રતનનો જન્મ એવી ઝૂંપડીમાં થયો હતો જ્યાં છતમાંથી વરસાદ ટપકતો અને દિવાલોમાંથી ગરીબી ઝાંખી મારતી. પિતા મજૂરી કરતા, પણ શરીર સાથ આપતું નહીં. મા ઘર કામે જઈને બે ટંક રોટલો લાવતી. રતન છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે પિતાનું અવસાન થયું.
એ દિવસે રતને બાળપણ ગુમાવ્યું.
શાળા બંધ થઈ. ખભા પર જવાબદારી આવી.
સવારમાં ખેતરમાં કામ, બપોરે ગામના હાટમાં ભાર ઊંચકવાનું, સાંજે મજૂરી.
પરંતુ રતન પાસે એક વસ્તુ હતી, જે ગરીબી લઈ શકી નહીં—
પઢવાની આગ.
રાતે કામથી થાકેલો આવીને દીવો બળાવતો.
પુસ્તક નહોતું, તો જૂના અખબાર.
દીવો નહોતો, તો ચુલ્લાની આગ પાસે અક્ષરો ઓળખતો.
ગામના લોકો કહેતા,
“આ ભણશે તો શું, અંતે મજૂર જ રહેવાનો.”
એક દિવસ શાળાના જૂના શિક્ષક મળ્યા.
રતનની આંખોમાં ઝળહળતા સપના જોઈ ગયા.
એમણે પોતાના પૈસે એને ફરી શાળામાં દાખલ કરાવ્યો.
પણ સંઘર્ષ અહીં પૂરો થયો નહોતો.
રતન દિવસમાં કામ કરતો, રાત્રે ભણતો.
ઘણીવાર ઊંઘ આવી જતી, માથું પુસ્તક પર પડી જતું.
ક્યારેક ભૂખ એટલી લાગતી કે અક્ષરો ધૂંધળા દેખાતા.
ધોરણ 12 આવ્યો. પરીક્ષા ફી ભરવાના પૈસા નહોતા.
મા રડી પડી.
રતન ચુપચાપ પોતાની એકમાત્ર સાઇકલ વેચી આવ્યો.
એ પરીક્ષામાં રતન ગામમાં પહેલો આવ્યો.
પછી કોલેજ. શહેર. અજાણી દુનિયા.
હોસ્ટેલ નહોતું, રસ્તા કિનારે રૂમ.
ક્યારેક ચા-બિસ્કિટ પર દિવસ કાઢ્યો.
ઘણી વાર આત્મવિશ્વાસ તૂટી ગયો.
એક દિવસ પરીક્ષામાં નિષ્ફળ ગયો.
રાતે છત તરફ જોઈને વિચાર આવ્યો—
“આ બધું શા માટે?”
પણ મા યાદ આવી—
ચીંથરાં સાડીમાં પણ જે હંમેશાં સ્મિત કરતી.
એ ફરી ઊભો થયો.
3 વખત નિષ્ફળતા.
4ઠ્ઠી વખત સફળતા.
રતન સરકારી અધિકારી બન્યો.
જ્યારે નિમણૂકનું પત્ર આવ્યું,
મા એ કાગળને માથા પર મૂકીને રડી પડી.
એ ઝૂંપડીમાં દીવો આજે દીવડાઓ બની ગયો.
આજે રતન પોતાના ગામમાં શાળા બનાવે છે.
ખૂબ ઓછું બોલે છે.
પણ જ્યારે કોઈ હારેલો યુવાન મળે,
એમને એક જ વાત કહે—
“હું માટીમાંથી બન્યો છું.
જો હું બની શકું, તો tme પણ બની શકો.”
💬 Comments (0)
Please login to leave a comment
Login