શીર્ષક: જવું છે…
નજીવી વાતમાં પાછું જવું છે,
બધું છોડી હવે આઘું જવું છે.
ઘણા પાકા થયા સંબંધ જૂઠા,
હતો નિર્દોષ તોય આઘું જવું છે.
હજી અકબંધ છે એ પ્રેમ-પત્રો,
ફરી તેને વાંચી આઘું જવું છે.
ભલે એ ઝાંઝવા જેવી હતી પણ,
તને હતો પ્રેમ તેથી હજુ આઘું જવું છે.
બધા સિક્કા અહીં ખોટા પડ્યા મારા,
હતી જ્યાં જીત ત્યાં હવે હારી જવું છે.
ડો કિર્તન છેટા
Comments