HarMat

Stay Updated

Get notified about new books, updates, and special offers from HarMat.

You’ll now receive updates from HarMat 📚

શીર્ષક: ખાલી ખોળિયું
Self-Help

શીર્ષક: ખાલી ખોળિયું

Dr. Kirtan Chheta

Dr. Kirtan Chheta

Jan 30, 2026

3 views 1 min read

શીર્ષક: ખાલી ખોળિયું

 

ધ્રૂજતી આંગળીઓથી

હૃદયના ધબકારાને રોકતા,

હું આજે ફરી

એક નવો બાયોડેટા વાંચું છું.

બધા મને કહે છે —

“છોકરો સારો છે, પગાર લાખોમાં છે,”

પણ મારું મન તો

એ ગણતરીમાં અટવાઈ જાય છે કે

આ લાખોના આંકડાઓ વચ્ચે

રળનારા છોકરાને

મારી દીકરીની ખુશીનો હિસાબ રાખવાની

કદી ફુરસત હશે?

 

જ્યારે હું કોઈ અજાણ્યા ઉંબરે

જઈને બેસું છું,

ત્યારે એ લોકો પૂછે છે —

“દીકરીને શું શું આવડે છે?”

અને મને કહેવાનું મન થાય છે કે

એને આખા ઘરના ભારને

હસતાં મુખે ખમતા આવડે છે,

એને કરચલીવાળા ચહેરા

પાછળ છુપાયેલી ચિંતા

ઉકેલતા આવડે છે…

પણ —

શું તમને એને સાચવતા આવડશે?

 

હું જ્યારે એ છોકરાની આંખોમાં જોઉં છું,

ત્યારે મને

એમાં એની ડિગ્રીના સર્ટિફિકેટ્સ નથી દેખાતા,

એ સર્ટિફિકેટ્સ કરતા

મને દેખાય છે

એ આકાશ,

જ્યાં મારી ચકલી ઉડવાની છે.

 

પણ તેની સાથે જ

એક ડર સતત

મારા કાળજાને કોતરી ખાય છે —

કે જેને મેં

ક્યારેય કાંકરો પણ નથી વાગવા દીધો,

એને

કોઈના વેણના ઘા

તો નહીં સહેવા પડે ને?

 

ઘણીવાર આવતી “ના” સાંભળીને

હૃદયમાં એક ફડકો પડે છે,

લાગે છે —

શું મારી લાડલીમાં

કોઈ કમી હશે?

અને જ્યારે વાત “હા” તરફ વળે છે,

ત્યારે અંદરથી

ખુશી

અને કંઈક જતું હોવાનો

મિશ્ર ભાવ

ચહેરા પર આવી જાય છે.

 

એ ચહેરો

અરીસામાં પોતાને જોઈને પૂછે છે —

“શું કાલે સવારે

આ ઘર ખરેખર

એક ખાલી ખોળિયું

બની જશે?”

 

ડો કિર્તન છેટા 

💬 Comments (0)

Please login to leave a comment

Login

Choose Your Language

Welcome! Please select your preferred language to continue.

HarMat Help

Chat with us

Hello! I'm here to help you with HarMat. What would you like to know?

Common Questions