શીર્ષક: જીવન જેવું જીવન
જીવન જેવું જીવન ક્યાં લાગે છે મને?
સાંજ પડે ત્યારે ઊજાસ લાગે છે મને.
હાસ્ય પાછળ છુપાયેલી હોય છે વેદના,
એ વેદનાં દરરોજ વિસ્તરતી લાગે છે મને.
સાંભળી લે છે અવાજ આત્માનો કોઈ,
છતાંય એકાંતમાં ખાલી સુનું લાગે છે મને.
ગમે તેટલું વેલુ અંધારું થાય છે આજકાલ,
પણ તું મિત્ર યાદ આવે ત્યાં પ્રકાશ લાગે છે મને.
કે દર્દની ભીંતો વચ્ચે પણ શ્વાસ લાગે છે મને,
કહું કેટલી વાર જીવન જેવું જીવન ક્યાં લાગે છે મને?
હું ભુલકણો જિંદગી એક પ્રવાસ લાગે છે મને,
ફરતો રહું દરેક સ્થળે છતાંય સ્થળ નવું લાગે છે મને.
Writer ✍🏻 Dr Kirtan (ભુલકણો)
Comments