Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

વાર્તાઓ

Dr. Kirtan Chheta

શીર્ષક: એક 'ગાંડો'...
Self-Help

શીર્ષક: એક 'ગાંડો'...

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Mar 02, 2026
1 views 1 min read 0 comments

 

પહેલા જો કહેશો તો પછી એ માંગ કેવાશે,

વધારે ખેચશો જો વાત ને તો સ્વાંગ કેવાશે.

 

હૃદયથી જો ન જોડાયા તો અંતર લાગશે જાજુ,

ફક્ત આત્મા થશે ભેગી પછી એ સંગ કેવાશે!

 

બતાવી સ્મિત હોઠો પર ભલે જગને છેતરી લેશો,

તમે તો દેહથી તૂટ્યા પછી એ ભંગ કેવાશે.

 

નમીને ચાલશો થોડું તો એ સન્માન સમજાશે,

અહમને લાવશો વચ્ચે પછી એ જંગ કેવાશે.

 

ડો કિર્તન છેટા

સંબંધિત સ્ટોરીઝ