Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Stories

Dr. Kirtan Chheta

શીર્ષક: અધૂરો અહેસાસ
Self-Help

શીર્ષક: અધૂરો અહેસાસ

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Jan 14, 2026
6 views 1 min read 0 comments

તમે જો સ્મિત આપો તો વસંત બેઠી લાગે,

તમે જો રૂઠો તો પાનખર બેઠી લાગે.

 

તમારા નામનો ઉલ્લેખ શું કામનો હવે?

તમારા સ્પર્શ વગર હસ્તરેખા પણ કાચી લાગે.

 

તમારી આંખમાં ડૂબી જવાની લિજ્જત જ નોખી છે,

તેથી કિનારે ઊભા રહીએ તો તરસ પણ બાકી લાગે.

 

તમારી આંખના પલકારે આખું આભ ઝુકે છે,

તમે જો નજર ફેરવો તો આભ આથમતું લાગે.

 

તમારા મૌનનો પડઘોય કેવો ભારે છે જાનમ,

તમે જો ચુપ રહો તો મહેફિલ પણ ખાલી લાગે.

 

નથી જોઈતી આ જન્નતની કોઈ હૂર મને હવે,

તમે સાથે હો આ ધરતી પણ જન્નત જેવી લાગે.

 

ડો કિર્તન છેટા

Related Stories