Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Stories

Dr. Kirtan Chheta

શીર્ષક: "કાચી ઉંમરથી પાકા અનુભવ સુધી..."
Self-Help

શીર્ષક: "કાચી ઉંમરથી પાકા અનુભવ સુધી..."

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Mar 02, 2026
2 views 1 min read 0 comments

યાદ છે? યાદ છે?

જ્યારે છેલ્લી વાર આ ગેટની બહાર નીકળ્યા હતા?

ત્યારે હાથમાં માત્ર ડિગ્રી હતી,

અને આંખોમાં એક તોફાન હતું.

આપણને એમ હતું કે દુનિયા જીતી લઈશું,

બસ, કોલેજ પૂરી થાય એની જ રાહ હતી.

 

પણ સાચું કહું?

સાચું કહું? તો…

અસલી "સિલેબસ" તો,

એ ગેટની બહાર નીકળ્યા પછી શરૂ થયો.

 

ત્યાં ક્લાસરૂમની ચાર દીવાલો નહોતી,

ત્યાં કોઈ પ્રોફેસર નહોતા,

કે જે કહે "આ ચેપ્ટર ઈમ્પોર્ટન્ટ છે".

 

ત્યાં તો જિંદગી રોજ એક નવી,

સરપ્રાઈઝ ટેસ્ટ લેતી હતી.

હું કોલેજમાં જે 'નિદ્રાબંક' મારતો હતો ?

પરંતુ બહારની દુનિયામાં,

એવો કોઈ વિકલ્પ જ નહોતો.

 

ઘડિયાળના કાંટા પર દોડતા દોડતા,

કેટલાય સપનાઓ,

શર્ટની ઈસ્ત્રીની જેમ વિખાઈ ગયા,

અને કેટલાય અહંકાર એમજ ઓગળી ગયા.

 

આપણને સમજાયું કે...

માર્કશીટના આંકડા કરતાં,

માણસને ઓળખવાની આવડત,

એ વધારે કામ લાગે છે.

 

આપણે પડ્યા, અકળાયા,

છોલાયા અને થોડા અકળાયા પણ...

એ દરેક ઘા એ આપણને,

કંઈક અલગ શીખવ્યું.

 

આજે આપણે જે છીએ,

એ એજ "મારણ" નું સુંદર પરિણામ છીએ.

આજે ફરી અહીં ઉભા છીએ...

અને વાતોમાં હવે "ક્રશ" ને બદલે "કરિયર"

અને "EMI" જવાબદારીઓ પણ હશે.

 

આપણે બધા જ થોડા થોડા બદલાઈ ગયા છીએ,

સાચુંને

કોઈ શાંત થઈ ગયું છે,

તો કોઈ વધારે ગંભીર થયું હશે.

 

આજે આ પ્રોફેશનલ સ્માઈલની પાછળ,

હજી પણ એ જ 'નાદાન' ,

છોકરો કે છોકરી જીવે છે.

જેને માત્ર મિત્રના ખભા પર,

હાથ મૂકવાની જ વાર હોય છે.

 

આ રિયુનિયન માત્ર જુના ચહેરાઓનું નથી,

આ રિયુનિયન છે આપણા એ ખોવાયેલા "હું" નું.

 

જે પ્રોફેનાલિઝમની ભીડમાં,

ક્યાંક સંતાઈ ગયો હતો.

તો ચાલો,

આજે આ પળો ના તમારા તમામ સ્ટ્રગલના નામે,

જેણે આપણને કાચી માટીમાંથી પકવીને,

મજબૂત ઈંટો બનાવ્યા છે.

દુનિયા માટે આપણે 'પ્રોફેશનલ' હોઈશું,

પણ આ કોલેજમાં?

આપણે આજે પણ એ જ મસ્તીખોર અને,

નટખટ લડાકુ પરિંદા છીયે એ!

 

ડો કિર્તન છેટા

Related Stories