Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Stories

Dr. Kirtan Chheta

શીર્ષક: ખોવાયેલી ગઝલ
Self-Help

શીર્ષક: ખોવાયેલી ગઝલ

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Jan 16, 2026
1 views 1 min read 0 comments

ખોવાઈ એવું બધું મેં ખોયું છે,

હવે ખાલી હાથે જીવતા મેં શીખ્યું છે.

 

તમે પૂછો છો કે આટલો મૌન કેમ છે તું ?

મેં મારા શબ્દોને અંદર જ રોતા જોયું છે.

 

કિનારો મળશે એવી કોઈ જીદ નથી હવે,

મેં તો મધદરિયે જ વહાણ મારું ડૂબાવ્યું છે.

 

સંબંધોની ભીડમાં પણ એકલો જ રહ્યો છું,

પોતીકાઓના ચહેરા પર મેં પારકાપણું જોયું છે.

 

હવે હસવામાં પણ કોઈ સ્વાર્થ નથી રહ્યો,

મેં રડતા-રડતા આખું સ્મિત મારું ધોયું છે.

 

નથી ફરિયાદ કે નથી કોઈ વસવસો 'કિર્તનને',

મેં નસીબ પાસે જે નહોતું એ પણ માંગ્યું છે.

 

ડો કિર્તન છેટા

Related Stories