Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.
શીર્ષક: સુંદરતા
Self-Help

શીર્ષક: સુંદરતા

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Jan 16, 2026
4 views 1 min read 1 comments

આંખ જેવી એમની હતી,

તેવી સુંદરતા ક્યાં કઈ બીજે હતી.

 

ચાંદને જોયો મેં જ્યારે આભમાં,

યાદ તારા મુખડાની જેવી હતી.

 

ખુશ્બુ જે એના શ્વાસમાં મહેકી,

એવી મોસમ ક્યાં ગુલાબોમાં હતી.

 

વાત જે એણે કરી હોઠોથી હળવે,

એવી મીઠાશ ક્યાં શરાબોમાં હતી.

 

ચાલ એની જાણે હરણીનો વળાંક,

એવી લચક ક્યાં કોઈ સ્ત્રીમાં હતી.

 

સ્પર્શ એનો જાણે રેશમની લહેર,

એવી મુલાયમતા ક્યાં કોઈ રૂમાં હતી.

 

મળી ગયો છે સાથ હવે એનો 'કીર્તન',

કમી બસ એની જ આ દુનિયામાં હતી.

 

ડો કિર્તન છેટા

Related Stories