Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Stories

Dr. Kirtan Chheta

શીર્ષક: ફાવી મને
Self-Help

શીર્ષક: ફાવી મને

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Jan 14, 2026
3 views 1 min read 0 comments

ગાલગાગા ગાલગાગા ગાલગા

 

અડચણો પણ આપની ફાવી મને,

એકલી એ રાત પણ ફાવી મને.

 

યાદમાં હું કેટલો રડતો રહ્યો,

આંખમાં એ ઊંઘ ના આવી મને.

 

છે હૃદય પણ આપનું કાયલ હવે,

દૂર સુધી યાદ ના આવી મને.

 

આ દરદની આદતો ફાવી મને,

વેદના એ તો ખૂબ સતાવી મને.

 

હાલ મારો ના પૂછો તો શ્રેષ્ઠ છે,

જિંદગી પણ ઝેર સમ ફાવી મને.

 

રાખ થઈને હું ઉડું છું આભમાં,

આ તમારી આગ તો ફાવી મને.

 

ડો કિર્તન છેટા

Related Stories