Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Language changed successfully

શીર્ષક: મારા અસ્તિત્વનું દાન
Self-Help

શીર્ષક: મારા અસ્તિત્વનું દાન

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Feb 01, 2026
5 views 1 min read 0 comments

એક દ્રશ્ય જોયું...

ને મારી છાતીમાં ધબકાર ચૂકી ગયો,

જ્યારે પેલો અજાણ્યો છોકરો

ઘૂંટણિયે બેસીને તારો હાથ માંગતો હતો.

એને તો માત્ર તારી આંગળીઓ જોઈ હતી, બેટા!

પણ મેં...?

મેં તો એ આંગળીઓને પકડીને

તને પા-પા પગલી ભરતાં શીખવી છે.

એ ગુલાબ આપીને તારા ચહેરાની લાલી જોતો હતો,

અને મને...

મને તારો રડમસ ચહેરો યાદ આવતો હતો,

જ્યારે ઢીંગલી તૂટી જતી અને તું મારા ખભે માથું મૂકીને રડતી.

આજે એણે તને ‘I Love You’ કહ્યું,

ત્યારે મને એમ લાગ્યું કે...

જાણે કોઈ મારી તિજોરી તોડીને

મારી જિંદગીભરની મૂડી લૂંટી રહ્યું છે.

એ ખુશ હતો કે તું એની થઈ ગઈ,

પણ મારી અંદર કંઈક તૂટી રહ્યું હતું,

જાણે મારા જ બગીચાનું સૌથી સુંદર ફૂલ

હું મારી નજર સામે...

કોઈ બીજાને મારું હૃદય 

હું દઈ રહ્યો હોઉં.

લોકો કહે છે આ તો સંસારનો નિયમ છે,

પણ એ નિયમ બનાવનારને પૂછવું છે મારે,

કે વર્ષો સુધી લોહીનું પાણી કરી,

છાતીના ધબકારામાં જેને સાચવી હોય...

એને અચાનક "પારકી" કેમ કરી દેવાય?

તારી આંખમાં એના માટેનો પ્રેમ જોયો,

એટલે હું ચૂપ રહ્યો, દીકરી...

બાકી, એ ઘૂંટણિયે તો આજે બેઠો છે,

તારી એક સ્મિત માટે તો...

આ બાપ આખી જિંદગી હારતો આવ્યો છે.

એણે તારો હાથ માંગ્યો,

ને મેં...

મેં હસતા મોઢે મારા શ્વાસ એના નામે કરી દીધા.

સાચું કહું?

આજે કન્યાદાન નહોતું,

આજે તો મારા અસ્તિત્વનું દાન હતું.

Related Stories