Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Language changed successfully

શીર્ષક: ડિજિટલ કોલાહલ અને ખોવાયેલું 'સ્વ' એમાંથી આપણે કોના ઇશારે જીવીએ છીએ?
Self-Help

શીર્ષક: ડિજિટલ કોલાહલ અને ખોવાયેલું 'સ્વ' એમાંથી આપણે કોના ઇશારે જીવીએ છીએ?

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Jan 15, 2026
10 views 1 min read 0 comments

હવે અહીંયા વાત માત્ર સ્ક્રીનથી દૂર જવાની નથી, વાત તો એ છે કે જ્યારે સ્ક્રીન બંધ થાય છે, ત્યારે જે અંધકાર છવાય છે, શું આપણે તેમાં આપણી જાતને જોઈ શકીએ છીએ?

આપણે એક એવા વિચિત્ર યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં આપણી ખુશીઓ 'WiFi' ના સિગ્નલ પર આધારિત છે અને આપણો મૂડ 'બૅટરી પર્સેંટેજ ' સાથે ચડ-ઉતર થયા કરે છે. સાચુંને આપણે માણસો મટીને ધીરે-ધીરે માત્ર 'ડેટા પોઈન્ટ્સ ' બની રહ્યા છીએ.

 

આનું પહેલું કારણ ઈમોજી પાછળ છુપાયેલો ચહેરો છે,

તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે જેટલા 'કનેક્ટેડ' છીએ, તેટલા જ અંદરથી 'આઇસોલેટેડ' એટલે કે એકલા કેમ છીએ? આપણે સોશિયલ મીડિયા પર જે 'Laughing Emoji' મોકલીએ છીએ, ત્યારે હકીકતમાં આપણા ચહેરા પર એક સ્મિત પણ હોતું નથી. હકીકતમાં તો આપણે આપણી વેદનાને 'સ્ટોરી' માં અને આપણી એકલતાને 'Reel' માં ઢાંકી દીધી છે. દુનિયાને બતાવવા માટે આપણું જીવન 'પરફેક્ટ ' છે, પણ ઘરનાં ખૂણે અથવાતો તમારા જ મનનાં ખૂણે રહેલા અરીસાને ખબર છે કે હકીકત શું છે. આપણે બીજાને પ્રભાવિત કરવામાં એટલા વ્યસ્ત છીએ કે આપણી જાતને વ્યક્ત કરવાનું જ ભૂલી ગયા છીએ.

 

હવે બીજું કારણ છે મૌનનો ડર પહેલાના જમાનામાં લોકો નવરાશની પળોમાં આકાશ જોતા,અને વિચારતા, કે બસ અમસ્તા બેસી રહીએ. અને આજે? આજે જો આપણને બે મિનિટ માટે પણ એકલા બેસવું પડે, તો હાથ તરત જ ખિસ્સામાં રહેલા ફોન તરફ વળે છે. કેમ?

કારણ કે આપણને 'મૌન' થી ડર લાગે છે. જો શાંતિ છવાઈ જશે, તો અંદરનો અવાજ સંભળાશે. અને કદાચ એ અવાજ આપણને પૂછશે કે "દોસ્ત, તું ખરેખર ખુશ છે કે પછી ખુશ હોવાનો ડોળ કરી રહ્યો છે?" આપણે આ પ્રશ્નનો સામનો કરવા નથી માંગતા, એટલે આપણે સતત કોઈક ને કોઈક 'Content' નો ઘોંઘાટ ચાલુ રાખીએ છીએ. સાચુંને

 

હવે છે ત્રીજું કારણ આપણે ગ્રાહક નથી, આપણે જ પ્રોડક્ટ છીએ

યાદ રાખજો, સોશિયલ મીડિયા પર તમારી સમયરેખા મફત છે, કારણ કે ત્યાં વેચાતી વસ્તુ તમારો 'સમય' અને તમારું 'ધ્યાન' છે.

ક્યારેક શાંતિથી વિચારજો: સવારે ઉઠીને તમે જે પહેલો વિચાર કરો છો, તે તમારો પોતાનો હોય છે? કે પછી ઈન્સ્ટાગ્રામ પર જોયેલી કોઈ રીલ કે વોટ્સએપ પર આવેલા કોઈ મેસેજ દ્વારા તમારા મગજમાં રોપવામાં આવેલો વિચાર હોય છે? જો આપણા વિચારો પણ આપણા ન હોય, તો પછી આ જીવન આપણું કઈ રીતે કહેવાય? આપણે 'એલ્ગોરિધમ' ના ઈશારે નાચતી કઠપૂતળી બની ગયા છીએ. સાચું ને

 

ચોથું કારણ છે 'મિસિંગ આઉટ ' નો ડર કે 'લિવીંગ' નો ડર?

આપણને સતત ફોમો સતાવે છે. ક્યાંક કોઈ ટ્રેન્ડ ચૂકી ન જવાય, ક્યાંક કોઈ સમાચાર રહી ન જાય. પણ સત્ય એ છે કે, દુનિયાની ખબરો રાખવામાં આપણે આપણી પોતાની ખબર પૂછવાનું ચૂકી ગયા છીએ.

ખરી મજા જોમો(જોય ઓફ ઑફ મિસીંગ આઉટ ) માં છે. દુનિયામાં શું ચાલે છે એ ન જાણવું, પણ મારા મનમાં શું ચાલે છે એ જાણવું એ જ સાચી સાધના છે.

 

હવે મારા મતે એમાંથી પાછા ફરવાનો રસ્તો જીવનને રી-સ્ટાર્ટ કરવાની જરૂર નથી, બસ થોડું 'રિકનેક્ટ' કરવાની જરૂર છે. પણ આ વખતે વાઈ-ફાઈથી નહીં, વાસ્તવિકતાથી. પ્રેક્ષક મટીને પાત્ર બનો અને બીજાની જિંદગીના દર્શક બનીને તાળીઓ પાડવાનું બંધ કરો. તમારી પોતાની જિંદગીના હીરો બનો. તમારો સમય બીજાની રીલ્સ જોવા માટે નથી, પણ તમારી પોતાની 'રિયલ સ્ટોરી' બનાવવા માટે છે.

ત્યારબાદ તમે સંવેદનાઓને જીવંત કરો કોઈના મેસેજનો રીપ્લાય આપવાને બદલે, બાજુમાં બેઠેલી વ્યક્તિના ખભા પર હાથ મૂકીને પૂછો, "કેમ છે?" ટાઈપ કરેલા શબ્દો કરતા, સ્પર્શની ભાષામાં વધારે તાકાત હોય છે.

બને તેટલો કંટાળાને આવકારો દિવસમાં થોડો સમય કંટાળો આવે તો આવવા દો. જુઓ સર્જનાત્મકતા અને નવા વિચારો હંમેશા ખાલી અને શાંત મગજમાં જ જન્મે છે, ભરેલા 'ફીડ' માં નહીં.

 

જ્યારે જીવનની છેલ્લી પળો આવશે, ત્યારે તમારી આંખો સામે તમારા 'ફોલોઅર્સ' ની સંખ્યા નહીં આવે, પણ એ પળો આવશે જ્યારે તમે ફોન બાજુ પર મૂકીને કોઈની સાથે દિલ ખોલીને હસ્યા હતા, કે કોઈ સૂર્યાસ્તને મન ભરીને માણ્યો હતો.

તો ચાલો, થોડા 'અન-ફોલો ' થઈએ દુનિયાથી, અને થોડા 'ફૉલો' કરીએ આપણા આત્માને. કારણ કે સ્માર્ટફોન તો દર વર્ષે અપડેટ થશે, પણ આ જિંદગીનું કોઈ નવું વર્ઝન આવવાનું નથી. એ યાદ રાખજો…

 

ડો કિર્તન છેટા

Related Stories