Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Language changed successfully

શીર્ષક: અધૂરો કપ
Self-Help

શીર્ષક: અધૂરો કપ

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Jan 18, 2026
3 views 1 min read 0 comments

અધૂરો અરીસો

તું ગઈ પછી
ઘરનું મૌન
મારા કરતા વધારે બોલે છે.

દરેક વસ્તુ પાસે
કહેવાનું કંઈક છે,
અને મારી પાસે
સાંભળવા સિવાય કંઈ નથી.

ચાનો કપ આજે પણ
અડધો ભરેલો છે,
જેમ મારી અંદર
અડધી જિંદગી અટવાઈ ગઈ હોય.
ઠંડી ચા નથી થતી,
પણ
ઠંડો તો
હું થતો જઈ રહ્યો છું.

અરીસા સામે ઊભો થાઉં છું
તો ચહેરો દેખાય છે,
પણ ઓળખાણ ખૂટે છે.

આંખોમાં હું છું,
પણ નજરમાં
તું નથી,
અને એ જ ખોટ
મને અજાણ્યો બનાવી દે છે.

તું યાદ આવે છે ત્યારે
આંસુ બહાર નથી આવતા,
કારણ કે હવે
દુખે બહાર જવાની
જગ્યા જ નથી.

એ તો સીધું
હૃદયમાં જ બેસી જાય છે,
ભારે,
શાંત,
અને અડગ.
વસંત આવે છે,
ફૂલો ખીલે છે,
હવામાં સુગંધ છે…
પણ એ બધું
માત્ર દેખાવ પૂરતું છે,
કારણ કે
મારા અંદર
હજી પણ પાનખર જ છે.

હવે હું
તારી યાદોથી
જિંદગીનું મકાન ઊભું કરું છું.
દરેક ઈંટમાં તારો અહેસાસ,
દરેક દીવાલમાં તારો અભાવ.
બહારથી બધું ઠીક લાગે છે,
અંદર 
ખાલીપાનો પડઘો છે.
અને હવે સમજાય છે
તું ગઈ નથી…
તું તો રહી ગઈ છે મારી અંદર,
અને
મને બહારથી
ખાલી કરી ગઈ છે.

 

ડો કિર્તન છેટા 

Related Stories