Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Language changed successfully

શીર્ષક: "Scroll થી Soul સુધીની સફર..."
Self-Help

શીર્ષક: "Scroll થી Soul સુધીની સફર..."

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Jan 15, 2026
7 views 1 min read 0 comments

શું તમને ક્યારેય એવું થાય છે કે આખો દિવસ ફોનની સ્ક્રીન પર અંગૂઠો ઘસડ્યા પછી પણ, રાત્રે સુતી વખતે મનમાં એક વિચિત્ર ખાલીપો લાગે છે?

મારા મતે આજની આ દુનિયામાં આપણે બધા 'Connected' તો છીએ, પણ શું આપણે 'Connected' અનુભવીએ છીએ? આપણી સવાર પક્ષીઓના કલરવથી નહીં, પણ નોટિફિકેશનના 'ટિંગ' અવાજથી થાય છે. આપણે સેકન્ડોમાં દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિને મેસેજ મોકલી શકીએ છીએ, પણ બાજુના રૂમમાં બેઠેલા મા-બાપ કે જીવનસાથીની આંખમાં રહેલી ઉદાસી વાંચવાનું ચૂકી જઈએ છીએ.

સાચું ને…

 

અરે હું પોતે આવી એક બીમારીનો શિકાર થયેલો છું તમને ખબર છે. એ બીમારીનું નામ શું છે.  આ બીમારીનું નામ સોશિયલ મીડિયા ડિસઓર્ડર છે. આખો દિવસ આ બીમારી એવું ઇચ્છતી કે હું તેને ચાહું તેનામાં ખોવાયેલો રહું લાગે છે ને એક દમ રોમેન્ટિક બીમારી એવી બીમારી કે જેના વગર મારે ચાલે જ નહીં જે મને સીધું માઇગ્રેન ડિસઓર્ડર સુધી લઈ ગયેલી પણ પછી હું પુસ્તક નામની એન્ટિબાયોટિક ખાઈને નહીં વાચીને બહાર આવેલો. પણ છોડો પછી ક્યારેક વાત અત્યારે તો આપડે જવાનું છે.  "Scroll થી Soul સુધીની સફર..." બાકી મારી બીમારીની વાત પછી કરીશ પણ કહીશ ખરો.

 

હવે આપણે એક એવી રેસમાં દોડી રહ્યા છીએ જ્યાં 'Success' ની વ્યાખ્યા Instagram ની સ્ટોરી અને LinkedIn ના અપડેટ્સ નક્કી કરે છે. કોઈના વેકેશનના ફોટા જોઈને આપણને આપણા જીવનથી કંટાળો આવવા માંડે છે. સાચું ને… અને આને કહેવાય છે. Comparison નું ઝેર. અને હા આ ઝેરની દવા કોઈ મેડિકલ વાળા નથી રાખતા. એટલે ગોતતા નહીં આ સિરીઝને અનુસરજો મળી જશે. હવે આપણે બીજાની "High-light Reel" ને આપણી "Behind the Scenes" સાથે સરખાવીને દુઃખી થઈએ છીએ. સાચું ને…

 

ધ્યાન રાખજો જીવન 6 ઇંચની સ્ક્રીનની બહાર ઘણું વિશાળ છે. Offline થવું પણ જરૂરી છે. ક્યારેક ખુદને શોધવા માટે દુનિયાથી ખોવાઈ જવું પડે છે. દિવસમાં માત્ર 30 મિનિટ માટે ફોન 'Silent' કરી દો અને તમારા વિચારોને 'Loud' થવા દો. ક્ષણને કેદ ન કરો, ક્ષણને જીવો જો સૂર્યાસ્ત સુંદર હોય તો તેનો ફોટો પાડવો જરૂરી નથી, તેને આંખોમાં ભરી લેવો જરૂરી છે.

યાદ રાખો, મેમરી કાર્ડ ભરાઈ જશે તો બદલી શકાશે, પણ મન ભરાઈ જશે તો ખાલી કરવું અઘરું પડશે.

હવે Validation નહીં, Value શોધો કેમ કે કેટલા લોકોએ તમને 'Like' કર્યા એનાથી તમારી કિંમત નક્કી નથી થતી. તમે કેટલા લોકોના ચહેરા પર સ્મિત લાવી શક્યા, એ જ તમારી સાચી કમાણી છે. સાચુંને…

 

જીવન કોઈ Algorithm નથી કે જેને સમજવું પડે, આ તો એક Rhythm છે જેને માણવી પડે. થોડા ધીમા પડો, ઊંડો શ્વાસ લો. જે સુખ તમે બહારના 'Content' માં શોધો છો, તે તમારી અંદરના 'Contentment' એટલે કે સંતોષ માં જ છુપાયેલું છે.

ચાલો, આજે થોડું ઓછું Post કરીએ અને થોડું વધારે Feel કરીએ. કારણ કે, અંતે તો આપણું Network નહીં, પણ આપણું Nature અને Niyat જ યાદ રાખવામાં આવશે.

 

  • ડો કિર્તન છેટા

Related Stories