Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

भाषा सफलतापूर्वक बदल गई

શીર્ષક: શ્વાસ રૂંધાય છે મારો...
Self-Help

શીર્ષક: શ્વાસ રૂંધાય છે મારો...

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Jan 14, 2026
13 views 1 min read 0 comments

 

શ્રદ્ધાના નામે આ કેવો,

વ્યવહાર કરી રહ્યા છો?

મારી જ મૂર્તિને તમે,

'ભક્તિ' ના નામે સતાવી રહ્યા છો.

 

બહાર કોઈ ગરીબનું બાળક,

ટીપાં પાણી માટે વલખે છે,

ને અહીં તમે ગટરોમાં,

મણ મોઢે દૂધ ઢોળી રહ્યા છો.

 

ફૂલ, પાન ને ચડાવનો,

ભાર એટલો વધી ગયો,

કે ઈશ્વર હોવા છતાં,

આજે હું શ્વાસ રૂંધી રહ્યો છું.

 

મને પામવા માટે,

આટલી ભીડ કેમ જમાવો છો ?

હું શાંતિમાં છું,

ને તમે કોલાહલ શોધી રહ્યા છો.

 

જો સાચે જ મને ખુશ કરવો હોય,

તો કોઈ ભૂખ્યાને જમાડજો,

તમે પથ્થરને પૂજો છો,

પણ 'માણસ'ને રંઝાડી રહ્યા છો.

 

બસ કરો હવે,

આ દેખાદેખીની આંધળી દોટ,

હું મંદિરમાં નથી,

હું તો કોઈના લૂછેલા આંસુમાં વહી રહ્યો છું.

 

ડો કિર્તન છેટા 

संबंधित स्टोरीज