Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

भाषा सफलतापूर्वक बदल गई

શીર્ષક: તૂટશે પછી
Self-Help

શીર્ષક: તૂટશે પછી

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Jan 25, 2026
1 views 1 min read 0 comments

ખાસ ના રાખો ભરોસો એ કદી તૂટશે પછી,

ખાસ ના રાખો અરીસો એ કદી તૂટશે પછી.

 

આભમાં જોયા કરો આ રાત આખી મસ્ત થઈ,

ખૂબ ઊંચો છે સિતારો એ કદી તૂટશે પછી.

 

નાવ લઈને કયા સફરમાં નીકળો છો આપ તો,

રેતનો કાચો કિનારો એ કદી તૂટશે પછી.

 

બહારથી સુંદર બધું દેખાય છે આ વિશ્વમાં,

ભીતરે જોશો નજારો એ કદી તૂટશે પછી.

 

આંખથી વાતો કરી ને સ્નેહ તમે બાંધ્યો હતો,

સમયનો છેલ્લો ઇશારો એ કદી તૂટશે પછી.

 

ભીડમાં ચાલ્યા કરો પણ યાદ રાખજો દોસ્તો,

ભ્રમ તણો ખોટો સહારો એ કદી તૂટશે પછી.

 

ભોગ ને વૈભવ મહીં જે રાત તેં માણી હતી,

નીંદ ઊડશે ને પથારો એ કદી તૂટશે પછી.

 

સાથ ચાલ્યાની કસમ જેણે ખાઈ તી મોજમાં,

અંતમાં એ જ સથવારો એ કદી તૂટશે પછી.

 

મૌન થઈને સાંભળો આ ધબકતા દિલનો અવાજ,

પ્રાણ અટકેને પથારો એ કદી તૂટશે પછી.

 

ડો કિર્તન છેટા

संबंधित स्टोरीज